સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના ભલગામડા ખાતે વર્ષોથી શ્રાવણ માસ દરમ્યાન પ્રભાતફેરીનું આયોજન કરવામાં આવે છે. વહેલી સવારે સાડા ચાર વાગ્યે જડેશ્ચર મહાદેવના મંદિરે અવનવા વાજિંત્રો સાથે સંગીતના તાલે ધુન કિર્તન પ્રભુ સ્મરણો અને વાજતે ગાજતે પ્રભાતફેરી નીકળે છે. આ પ્રભાતફેરીની ખાસિયત એ છે કે ભલગામડાના નિવૃત પીઆઈ, પીએસઆઇ, એસઆરપી જવાનો, રેલવે પોલીસ, ફૌજી, આર્મી, અને નિવૃત સરકારી કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા આ પ્રભાતફેરીનું આયોજન કરવામાં આવે છે. દરરોજ વહેલી સવારે અંદાજે 3 કિમી જેટલી શેરીએ શેરીએ ફરી શિવશક્તિની ધુન બોલાવવામાં આવે છે. વહેલી સવારે લોકો ઉઠી વાટકો બે વાટકા અનાજ, ઘંંઉ, ચોખા, દાળ જેવી વસ્તુઓનુ દાન આપે છે. દરરોજ સરેરાશ બે મણથી વધુ અનાજ ભેગું થાય છે.
પ્રભાતફેરીના આયોજકો દ્વારા આ અનાજને અન્નક્ષેત્ર, અને પક્ષના ચણ માટે નાંખવામાં વપરાય છે. ભલગામડા ગ્રામજનો અને નિવૃત્ત અધિકારીઓ દ્વારા વર્ષોથી નીકળતી પ્રભાતફેરી આ પરંપરા જાળવી રાખી છે. આ રેલીમાં ઘણી વખત ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કિરિટસિંહ રાણા લીંબડી તાલુકા પંચાયત પ્રમુખ કૃષ્ણસિંહ રાણા, તથા નિવૃત્ત પીઆઇ પીએસઆઇ અને હેડ કોન્સ્ટેબલ તથા નિવૃત શિક્ષકો અને અન્ય અધિકારીઓ મોટી સંખ્યામાં જોડાય છે અને ભલગામડા ગામની વહેલી સવાર સંગીતની રમઝટ વચ્ચે ભક્તિમય અને ધાર્મિક બની જાય છે.
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર