સુરેન્દ્રનગર જીલ્લાના લીંબડી તાલુકા ખાતે લીંબડી બાર એસોસીએશન અને સમસ્ત વણીક સોશિયલ ગ્રુપના ઉપક્રમમાં લીંબડીમાં સ્વ. પ્રકાશચંદુ જગજીવનદાસ શાહની પુણ્યતિથી નીમીતે કાનુની માર્ગદર્શન શિબિર અને આંખનો નિદાન કેમ્પ યોજાયો.
લીંબડી બાર એસોશિયન તથા સમસ્ત વણિક શોશ્યલ ગ્રુપના ઉપક્રમે આંખના દર્દીઓનો નિદાન કેમ્પ રણછોડદાસજી ચેરીટેબલ હોસ્પીટલના સહયોગથી યોજાયેલ તેમજ લીંબડી બાર એસોશિયનના ઉપક્રમે કાનુની શિબિરનું પણ આયોજન કરવામાં આવેલ આ પ્રસંગે લીંબડીના એડીશનલ ડીસ્ટ્રીક જજ શ્રી પી . જે.તમાકુવાલા તથા પ્રિન્સીપાલ સીનીયર સિવીલ જજ શ્રી ડી.એ. પારેખની પ્રેરક ઉપસ્થિતીમાં લીંબડી બારના પ્રમુખશ્રી ડી.કે. પરમાર તથા શ્રી વી . જે.શાહ તથા કે.બી. શાહએ કાનુની માર્ગદર્શન આપેલ આ પ્રસંગે ઉપસ્થિત ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના પર્વ ચેરમેન તથા વિશ્વ વણીક સંગઠનના ઉપપ્રમુખ શ્રી પ્રકાશભાઈ સોની તથા લીંબડી મહાજન પાંજરાપોળના ટ્રસ્ટીશ્રી હસુભાઈ શેઠએ પ્રાસંગીક ઉદબોધન કરેલ અને લીંબડી રામકૃષ્ણ મિશનના મહંતશ્રી પ્રફુલ સ્વામી અને ગોપાલ સંપ્રદાયના પરમ પુજય શ્રી દિપમુની મહારાજ સાહેબશ્રીએ આર્શીવચન ફરમાવેલ આંખના નિદાન કેમ્પમાં ધણા દર્દીઓ લાભ લેવા શહેર તથા તાલુકામાંથી આવેલ સમગ્ર કાર્યક્રમનું સંચાલન લીંબડી બાર એસો.ના વકિલ શ્રી કિરણભાઈ બી.શાહએ કરેલ હતુ.
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર