હાલ કમોસમી વરસાદથી ગુજરાતમાં ખેડૂતોની માઠી દશા થવા પામી છે અને જેના કારણે ખેડૂત પાઈમાલ થયાની ચિમકી ખેડૂતોએ ઉચ્ચારી છે ત્યારે કોંગ્રેસ કાર્યકરો અને અખિલ ભારતીય રાજાર્ય સભા દ્વારા લીંબડી ડેપ્યુટી કલેક્ટરને નગારાના નાદ સાથે બળલા પાકની લારીયો ભરેલ જથ્થા સાથે ખેડૂતો વતી આવેદનપત્ર પાઠવ્યું.
હાલ કમોસમી વરસાદથી ખેડૂતોના પાક પાણીમાં ફેરવાઈ ગયા છે અને ખેડૂતોની કપરી પરિસ્થિતિ બની છે ત્યારે ગુજરાતમા લીલો દુકાળની પરિસ્થિતિ ઉભી થઈ હોય તેમ ખેડૂતોને લાગી રહ્યું છે ત્યારે આ બાબતે સરકાર આ ખેડૂતોને પાક નુકસાનીનુ વળતર આપે તેવી ખેડૂતોની માંગણી છે ત્યારે આ બાબતે કોંગ્રેસના કાર્યકરો અને અખિલ ભારતીય રાજાર્ય સભાના સભ્યોએ ઢોલની ઢાલ અને નગારાના નાદ સાથે અને બળલા પાકની લારીયો ભરી રેલી સ્વરૂપે લીંબડી સેવા સદન ડેપ્યુટી કલેક્ટરને ખેડૂતોની માંગણી દર્શાવતું આવેદનપત્ર પાઠવ્યું હતું અને બળલો નુકશાન થયેલ પાકનો જથ્થો સેવા સદન માં ઠાલવ્યો હતો જેમાં કોંગ્રેસના કાર્યકરોએ જય જવાન જય કિશાનના સુત્રોચ્ચાર કર્યા હતા અને જો ટુંક સમયમાં માંગણી પુરી નહીં કરવામાં આવે તો આવનાર સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી હતી જેમાં કોંગ્રેસના ભરતસિંહ રાણા, ખુશાલભાઈ જાદવ, દિલીપભાઈ વલેરા, કનકસિંહ ઝાલા અને અખિલ ભારતીય રાજાર્ય સભાના પ્રભારી નિલેશભાઈ ચાવડા, કિરિટભાઈ રોઠોડ અને પ્રતિપાલસિહ હાજર રહ્યા હતા.
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર