લીંબડીના કટારીયા ગામમાં છેલ્લા એક વર્ષથી અનિયમિત વીજપાવરના કારણે લોકોને પારાવાર હાલાકી ભોગવવી પડી રહી છે ત્યારે દિવસમાં ૧૦ થી ૧૨ વીજળી ગુલ થઇ જતા ૩ થી ૪ કલાક વીજકાપ રહે છે ત્યારે આ પગલે મોટી સંખ્યામાં કટારીયા ગામના લોકો લીંબડી સેવા સદન ખાતે પહોંચ્યા હતા અને પ્રાંત અધિકારી હર્ષવર્ધનસિંહ સોલંકીને રજુઆત કરી હતી. વધુમાં વાત કરવામાં આવે તો કટારીયા ગામે છેલ્લા ૧૦ દિવસમાં ૧૨ ટ્રાન્સફોર્મર ઉડી ગયા છે. વીજઅધિકારીઆેને રજૂઆત કરવા છતાં કોઇ યોગ્ય કાર્યવાહી ન કરવામાં આવતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. વીજતંત્ર દ્વારા વીજનો પ્રશ્ન ઉકેલવામાં નહીં આવે તો ગ્રામજનો દ્વારા આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર
Advertisement