લીંબડી તાલુકાના સતવારા સમાજના આગેવાનો દ્વારા એક સતવારા સમાજના યુવાનને બરવાળાના પી.એસ.આઈ એન.જી.રબારીએ માર માર્યોના આક્ષેપ સાથેનું લીંબડી પ્રાંત અધિકારી હર્ષવર્ધનસિહ સોલંકીને આવેદનપત્ર પાઠવ્યું હતું.
મળતી માહિતી મુજબ બરવાળામાં કેશવનગરમાં રહેતા પ્રવિણભાઈ ભરતભાઈ પરમાર જેઓનું રહેણાંકનું મકાન કેશવનગરમાં છે. ધોળા દિવસે રોકડ રકમ અને દાગીનાની ચોરી થઈ હતી ત્યારે પ્રવિણભાઇ ચોરી થયાની જાણ થતા તેઓ બરવાળા પોલીસ સ્ટેશને ચોરીની ફરીયાદ લખાવવા ગયેલ હતા ત્યારે 10 દિવસ બાદ નિવેદન લેવા પ્રવિણભાઇને પોલીસ સ્ટેશન બોલાવાયા હતા અને ફરીયાદ પાછી લેવા પ્રવિણભાઇને દબાણ કરવામાં આવ્યું હતું અને ફરીયાદ પાછી લેવાની ના પાડતા પી.એસ.આઈને ગુસ્સો આવતા ફરીયાદી પ્રવિણભાઈને ઢોર માર મારવામાં આવેલ હોવાનો આ આવેદનપત્રમા આક્ષેપ કરવામાં આવ્યો હતો તેમજ પ્રવિણભાઇને ન્યાય મળે તે માટે દલવાડી સમાજ દ્વારા આવેદનપત્રમા માંગણી કરવામાં આવી હતી.
કલ્પેશ વાઢેર સાહેબ