Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરેન્દ્રનગર ચુડા પાક વિમાના ફોર્મ નહીં સ્વીકારતાં ખેડૂતોએ કર્યો ચક્કાજામ

Share

કમોસમી વરસાદથી ગુજરાતમાં ખેડૂતોની માઠી હાલત થવા પામી છે અને ખેડૂતો પાઈમાલ થયા હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકા ખાતે પાક નુકસાની થતાં પાક વિમાના ફોર્મ આપવા ગયેલ ખેડૂતોના ફોર્મ નહીં સ્વીકારતાં ખેડૂતોમા ભારે રોષ ફેલાયો હતો અને આશરે 140 ખેડૂતોએ ચુડા મામલતદાર કચેરી પાસે રોડ ચક્કાજામ કર્યો હતો અને જય જવાન જય કિશાનના સુત્રોચ્ચાર સાથે જ્યાં સુધી તેમની માગણીઓ પુરી નહીં થાય અને તેમના ફોર્મ નહીં સ્વીકાવામા આવે ત્યા સુધી આંદોલન ચાલુ રહેશે તેવી ચિમકી ઉચ્ચારી હતી‌ ત્યારે આ ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને ચક્કાજામ ખુલ્લો કરાવી મામલો થાળે પડયો હતો.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

ઇતિહાસમાં પ્રથમ વખત ભારત અને પાકિસ્તાનની સેના એકસાથે કરી શકે છે યુદ્ધ અભ્યાસ.

ProudOfGujarat

ભરૂચના સ્ટેશન વિસ્તારની એક હોટલમાં રસોડાની ચીમનીમાં આગ લાગતાં દોડધામ મચી જવા પામી હતી.

ProudOfGujarat

ગોધરા : રાહુલ ગાંધીના જન્મ દિવસે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને ફ્રૂટ બિસ્કીટનુ વિતરણ કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!