Proud of Gujarat
GujaratFeaturedINDIA

લીંબડી સિવિલ હોસ્પિટલમાંથી દર્દીની બાઈકની ઉઠાંતરી થઈ.

Share

લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતેથી આજે સવારે હોસ્પિટલમાં આવેલા આંખના દર્દીની બાઇકની ચોરી થતાં લીંબડી પોલીસ મથકમાં બાઈક ચોરીનો ગુનો નોંધવામાં આવ્યો છે.

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર આજે સવારે લીંબડીની સિવિલ હોસ્પિટલ ખાતે ભરતભાઈ ઘોડલીયા રેલવે સ્ટેશન પાસે રહે છે અને આંખના ઓપરેશનના કામકાજ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે આવ્યા હતા ત્યારે હોસ્પિટલના ગ્રાઉન્ડમાં રાખેલી બાઇક નંબર જીજે 13 ડીડી 7005 નંબરનું બાઈક હોસ્પિટલ ખાતેથી ચોરી થઇ જતા આંખના ઓપરેશનના કામકાજ અર્થે આવેલ દર્દી તાત્કાલિક ધોરણે લીંબડીના પોલીસ મથક ખાતે દોડી ગયા હતા. આ સિવિલ હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ મેળવવા માટે પોલીસે કવાયત હાથ ધરવા જાણવા મળ્યું હતું કે હોસ્પિટલમાં લાખોના ખર્ચે લાગેલા સીસીટીવી કેમેરા બંધ હાલતમાં હોય જેના કારણે બાઇક ચોરના સીસીટીવી ફૂટેજ મળી શક્યા નથી. અત્રે નોંધનીય છે કે સિવિલ હોસ્પિટલે આવેલ દર્દીની બાઈક ચોરી થતાં પોલીસ અને સિવિલ હોસ્પિટલનો સ્ટાફ સફાળો જાગ્યો હતો અને તાત્કાલિક ધોરણે બાઈક ચોરી કરનાર આરોપીને પકડવાની કવાયત હાથ ધરી હતી.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

હાલોલમાં કોરોનાનો પગપેસારો ૫૫ વર્ષીય પુરૂષનો રિપોર્ટ પોઝીટીવ.

ProudOfGujarat

વડોદરાના સમા ઇન્ડોર સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે જીમ્નાસ્ટીક સ્પર્ધાઓનો પ્રારંભ.

ProudOfGujarat

ખ્વાજા સાહેબની શાનમાં ગુસ્તાખી કરનાર વિરુદ્ધ સૈયદ સોકત અલી સબીર અલીએ કરજણ પોલીસ સમક્ષ લેખિત ફરિયાદ આપી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!