સુરેન્દ્રનગરના લીંબડી રાણપુર રોડ ઉપર એક પિકઅપ વાન પલટી મારતા અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓના ઘટના સ્થળે મોત નિપજયા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર આજે સવારે સુરેન્દ્રનગરના લીંબડી રાણપુર રોડ ઉપર વેજલકા નજીક એક પીકઅપ વન પલટી મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજયા હતા અને બે વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા જેને સારવાર અર્થે 108 દ્વારા લીંબડીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની પોલીસને જાણ થતાં તાત્કાલિક ધોરણે ચુડા પોલીસે ઘટના સ્થળે પહોંચી અકસ્માતની વધુ વિગતોનો તાગ મેળવવા પ્રયત્નો હાથ ધર્યા હતા.
Advertisement
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર