લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે ૬૦ ઉપરાંત ઝાડા ઉલટીના કેસ રજીસ્ટર થયા છે ત્યારે હાલ વાત કરવામાં આવે તો કાળઝાળ ગરમી પડી રહી છે અને ૪૩ સેલ્સિયસ તાપમાન પણ લીંબડીમા નોંધાય આવે છે ત્યારે બે દિવસમા લીંબડીમા ઝાડા ઉલટીના ૬૦ ઉપરાંત કેસ નોંધાયા છે ત્યારે વાત કરીએ તો ગત રાત્રે એકાએક એક સાથે મહિલાઓ સહિત ૩૫ ઉપરાંત ઝાડા ઉલટીના કેસ લીંબડી હોસ્પિટલમા સામે આવ્યા હતાં ત્યારે તમામને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી ત્યારે લોક ચર્ચામા જાણવા મળ્યું હતું કે બરફના ગોળા અથવા પાણીના કારણે આ રોગે ભરડો માર્યો હોય તેવું જાણવા મળ્યું હતું ત્યારે આ બાબતે ઈનચાર્જ આર.એમ.ઓ. કેસી.ઝાલા સાથે વાત કરવામાં આવી તો કેસી.ઝાલાએ લોકોને હાલ ગરમ પાણી કરી પીવા તેમજ જંક ફુડ નહીં ખાવા જણાવાયું હતું ત્યારે હાલ લીંબડીમા એક સાથે આટલા બધા ઝાડા ઉલટીના કેસ સામે આવતા એક ચર્ચાનો વિષય પણ બન્યો છે શું બરફના ગોળાથી કે જંક ફુડ ખાવાથી કે પાણીના કારણે આ રોગચાળાએ ભરડો માર્યો છે તે કારણ અંકબંધ છે.
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર
લીંબડીમાં પાણીજન્ય રોગ એ ભરડો લીધો ૬૦ થી વધુ ઝાડા-ઊલટીના કેસ નોંધાયા.
Advertisement