ગંદકી થી ખારાવાસ વિસ્તારમાં મહિલાઓમાં નગરપાલિકા સામે રોષ
છેલ્લા ઘણાં સમયથી ગંદકીના અખાડાનુ સામ્રાજ્ય હોય અને નગરપાલિકા આ સામ્રાજ્યને સાવરતુ હોય તેમ ખારાવાસ વિસ્તારની મહિલાઓને લાગી રહ્યું છે ત્યારે નગરપાલિકા સામે ભારે રોષ ખારાવાસ વિસ્તારની મહિલાઓમાં જોવા મળ્યો હતો
આ વિડીયોમા જે દેખાય રહ્યું છે તે કોઈ તળાવ કે ખેતર નથી પણ રહેણાંક વિસ્તારમાં ગંદકીનુ મોટું સામ્રાજ્ય છે જે લીંબડી તાલુકાના ખારાવાસ વિસ્તારમાં આવેલું છે ત્યારે આ ગંદકી દુર કરવા આ વિસ્તારના રહીશો દ્વારા અવારનવાર નગરપાલિકાને લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં અંધેરી નગરી ગંડુ રાજા માફક નગરપાલિકા કરી રહ્યું હોય તેમ રહિશો દ્વારા જણાવવામાં આવ્યું હતું સાથે એમ પણ જણાવ્યું હતું કે નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ જ આ ગંદકીમાં મરેલા પશુઓ નાખે છે જ્યારે આ વિશાળ ગંદા પાણીના ખાડાને બુરવા જણાવ્યું તો નગરપાલિકાએ મૌખિક કહ્યું કે તમે આ ખાડામાં કચરો નાખશો એટલે આપોઆપ ખાડો ભરાઈ જશે…… હવે એ સમજાતું નથી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વચ્છ ભારત અભિયાન મારફત ગંદકી દુર કરવા માંગે છે અને લીંબડી નગરપાલિકા ગંદકી કરાવવા માંગે છે આવી બાબતોને લઈને મહિલાઓમાં નગરપાલિકા સામે ભારે રોષ જોવા મળ્યો હતો અને આ વિસ્તારમાં રહેતી મહિલાઓએ જણાવ્યું હતું કે ડેન્ગ્યુ, મેલેરિયા, ઝાડા ઉલટી જેવા પણ રોગોએ ભરડો લીધો છે અને જો આ ગંદકી દુર કરવામાં નહીં આવે તો આવનાર સમયમાં નગરપાલિકામાં અમે મહિલાઓ હલ્લાબોલ કરીશું જેની જવાબદાર નગરપાલિકા હશે
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર