Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી નગરપાલિકા ખાતે 8 માં તબ્બકાનો બીજો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો.

Share

સરકાર દ્વારા અલગ અલગ પ્રકારની યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે ત્યારે આ તમામ યોજનાઓને સેવા સેતુમા સમાવેશ કરવામાં આવી છે. આજરોજ લીંબડી નગરપાલિકા ખાતે પ્રાંત અધિકારી હર્ષવર્ધનસિંહ સોલંકીના માર્ગદર્શન હેઠળ અને મામલતદાર જે.આર ગોહિલના નેનૃત્વમા સેવા સેતુનુ આયોજન કરવામાં આવ્યું હતું.

આ સેવા સેતુમા આરોગ્ય, શિક્ષણ, મામલતદાર કચેરી, નગરપાલિકાને લગતી તમામ પ્રકારની સેવાઓ આજે આ સેવાસેતુ ખાતેથી પુરી પાડવામાં આવી હતી ત્યારે બહોળી સંખ્યામાં લોકોએ આ સેવા સેતુનો લાભ લીધો હતો તેમજ આ સેવા સેતુની જાહેરાત 2 દિવસ અગાઉ લીંબડી નગરપાલિકા દ્વારા ઓડીયો વાયર કરી કરવામાં આવેલ ત્યારે આજે લીંબડી નગરપાલિકા ખાતે અરજદારોને તમામ પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરાવવામા આવી હતી અને સેવા સેતુ સફળ બનાવવા લીંબડી નગરપાલિકા ચીફ ઓફિસર રમેશભાઈ સાન્યા સહિત સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવી હતી.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

વ્હોરા પટેલ પ્રોગ્રેસિવ ચેરીટેબલ ટ્રસ્ટ તરફથી 75 પી.પી.ઇ. કીટો ભરૂચ નગરપાલિકાને આપવામાં આવી.

ProudOfGujarat

વિરમગામ : ગુજરાત પોષણ અભિયાન 2020-22 અંતર્ગત રસોઈ શો, બાળ તંદુરસ્તી હરિફાઈ, પોષણ અદાલત સહિતના કાર્યક્રમો યોજાયા.

ProudOfGujarat

ભરૂચ શહેરમાં ટ્રાફિકનું ગ્રહણ, ઝાડેશ્વર વિષ્ણુ અયપ્પા મંદિર સ્કુલ અને મહંમદપુરા મદીના હોટલ બન્યા ટ્રાફિક ઝોન સમાન વિસ્તાર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!