Proud of Gujarat
INDIAFeaturedGujarat

લીંબડીમાં વ્યાજખોરોના ત્રાસથી યુવાને ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા કરતાં ચકચાર.

Share

લીંબડી ચોરાપા શેરીમાં રહેતા ૪૦ વર્ષના વિજયભાઇ રમેશભાઈ દાદરેચા એ મંંગળવારે મોડી સાંજે ઝેરી દવા પી લીધી હતી. પરિવારના લોકોને જાણ થતાં વિજયભાઇને પ્રથમ લીંબડી સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે લવાયો હતો અને સારવાર હોસ્પિટલમાં આપી હતી ‌ત્યારે વધુ સારવાર માટે રાજકોટ લઇ જવામાં આવતા હતા તે દરમિયાન રસ્તામાં જ મોત થઇ ગયું હતું ત્યારે પરત પોસ્ટમોર્ટમ અર્થે લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ. મળતી માહિતી મુજબ પરિવારના જણાવ્યા પ્રમાણે ચારથી પાંચ શખ્સો દ્વારા વ્યાજે આપેલા રૂપિયા માટે પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હોવાનો તેમજ બે દિવસ માર પણ મારવામાં આવ્યો હોવાનો પરિવારજનોનો આક્ષેપ હતો. આ બાબતે લીંબડી પોલીસને જાણ થતાં પોલીસે લાશને પીએમ માટે મોકલી આપી મૃતકના પરિવારજનની ફરિયાદ લઇ વધુ તપાસ હાથ ધરી છે.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

મનસુખ ભાઈ વસાવા સામે કોંગ્રેસ તરફથી શેર ખાન પઠાણ ભરૂચ લોકસભા ની ઉમેદવારી કરે તેવી શક્યતા…

ProudOfGujarat

રાજપીપળા : દિલ્હી નાંગલ ગામની નાબાલિક બાળા પર બળાત્કાર કરનારને ફાંસીની સજા આપવાની માંગ સામે કલેકટર નર્મદાને આવેદન પાઠવાયું.

ProudOfGujarat

પત્નીના ભરણપોષણની રકમ ન ચુકવતા પતિને નવ માસની જેલની સજા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!