લીંબડી નગરપાલિકા દ્વારા સફાઇ કામદારની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી ત્યારે પાલીકા ખાતે બેરોજગારોનો રાફડો ફાટયો હતો.
લીંબડી નગરપાલિકા દ્વારા આજે સફાઈ કામદારની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં કુલ આ ભરતી માટે ૫૦૦ લોકોએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાં ૧૮૦ ફોર્મ ફાઈનાન્સ બોર્ડ ગાંધીનગર દ્વારા મંજૂર કરવામાં આવ્યા હતા ત્યારે આ ભરતીમા ફક્ત ૧૫ લોકોનુ જ સિલેકશન કરવાનું છે ત્યારે સફાઈ કામદારની ૧૫ જગ્યા માટે લીંબડીમાથી ૫૦૦ ઉમેદવારી ફોર્મ ભરાયાં હોવાનું જાણવા મળ્યું હતું ત્યારે ક્યાંકને ક્યાંક બેરોજગારોનો રાફડો ફાટયો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા ત્યારે આ ભરતી પ્રક્રિયા લીંબડી નગરપાલિકા પ્રમુખ બેલાબેન વ્યાસના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી. જેમાં સુરેન્દ્રનગર ચીફ ઓફિસર એસ.આર.રાડીયા, લીંબડી ચીફ ઓફિસર ટી.આર.ઝાલડીયા, ચેરમેન મનુભાઈ જોગરાણા અને દિલીપભાઈ ડણીયા હાજર રહ્યા હતા ત્યારે ક્રમ વાઈજ ઉમેદવારોને ઇન્ટરવ્યુ રૂમમાં ઈન્ટરવ્યુ લેવામાં આવ્યું હતું.
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર