જીઆરડી એટલે કે ગ્રામ રક્ષક દળની લીંબડી ગ્રામ્ય વિસ્તારની ભરતી કરવામાં આવી હતી જેમાં ભરતી કર્યો બાદ સિલેક્ટ થયેલ યુવાનોને તાલીમ આપવામાં આવે છે જે તાલીમમાં તેજ ચાલ, સાવધાન વિશ્રામ, રનીગ, વગેરેની 15 દિવસ આપવામાં આવી હતી. જેમાં જીઆરડી જમાદાર અમીતભાઈ કાનજીભાઈ ચૌહાણના માર્ગદર્શન હેઠળ અને મહેશભાઈ નાયક, વિષ્ણુભાઈ અને સુરેશભાઇ સાથી સહાયકથી આ તાલીમ પાર્સીગ આઉટ પરેડ પુર્ણ કરવામાં આવી હતી. જેમાં વાત કરવામાં આવે તો આ પાર્સીગ આઉટ પરેડમા જીલ્લા કક્ષાએથી જીલ્લા જીઆરડી PSI સી.એમ.ધાડવી, જીઆરડી ASI કે.આર. ગોસ્વામી હાજર રહ્યા હતા ત્યારે આજની આ પાર્સીગ આઉટ પરેડનુ નિરિક્ષણ આવેલ જીલ્લાકક્ષાના અધિકારી દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ જીઆરડી જવાનોને જીઆરડી psi સી.એમ.તાડવી, જીઆરડી asi કે.આર. ગોસ્વામી દ્વારા જરૂરી માર્ગદર્શન તેમજ અગત્યનુ સુચન કરવામાં આવ્યું હતું ગ્રામ્ય વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થા કઈ રીતે જળવાઈ રહે તેનુ પણ માર્ગદર્શન આ જવાનોને આપવામાં આવ્યું હતું ત્યારે આ 15 દિવસની તાલીમને સફળ બનાવવા જમાદાર અમીતભાઈ કાનજીભાઈ ચૌહાણના માર્ગદર્શન હેઠળ અને મહેશભાઈ નાયક, વિષ્ણુભાઈ અને સુરેશભાઇ સહિતના સ્ટાફે મહેનત કરી હતી.
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર
લીંબડી હેલીપેડ ખાતે જીઆરડી ની તાલીમ અને પાર્સીગ આઉટ પરેડ યોજી તાલીમ પૂર્ણ કરાઇ.
Advertisement