Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરેન્દ્રનગર : ચુડામાં જમીન મામલે જૂથ અથડામણમાં એકનું મોત ત્રણ ઇજાગ્રસ્ત.

Share

સુરેન્દ્રનગર ચુડાનાં ભ્રુગુપુરમાં જૂથ અથડામણમાં એકનું મોત અને ત્રણ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે.

ચુડાના ભૃગુપુરમાં જૂથ અથડામણમાં જમીન બાબતની માથાકૂટ થઇ હોય જેમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મારામારી દરમ્યાન મોત નિપજ્યું છે જેમાં ત્રણ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થતાં તેઓને સારવાર અર્થે લીંબડીની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. આ બનાવની વિગતો એવી છે કે જમીન બાબતે માથાકુટ થઇ હોય જેમાં બંને જૂથ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મામલો ઉગ્ર બનતા બંને જૂથો સામસામે આવી જતા મારામારીનો બનાવ બન્યો હતો જેમાં એક જૂથના ત્રણથી ચાર શખ્સો દ્વારા છરી વડે હુમલો કરવામાં આવતા એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે. સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતાં ચુડા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી. જુથ અથડામણને પોલીસે રોકી હતી આ જૂથ અથડામણમાં ઇજાગ્રસ્ત અન્ય ત્રણ લોકોને લીંબડીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ બનાવ બાદ ચુડા ગામ માં આ પ્રકારનો કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો છે.

Advertisement

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર


Share

Related posts

સુરેન્દ્રનગર જિલ્લામાં સાંસદે દત્તક લીધેલા થોરીયાળી આદર્શ ગામે એસટી બસની અસુવિધા મામલે વિદ્યાર્થીઓ પરેશાન

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાનાં રાજપારડી ગામે હોટલનાં કંપાઉન્ડમાં મુકેલ મોટરસાયકલની ઉઠાંતરી.

ProudOfGujarat

હૃદય રોગના હુમલાના પગલે ટ્રેનામા મુસાફરી કરતા એક વ્યક્તિનું મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!