લીંબડીની સિવિલ હોસ્પિટલ ખાતે તાવ, ઝાડા, ઉલટી, ચક્કર જેવી બીમારીઓના કેસની સંખ્યા વધી રહી છે જેથી દર્દીઓની ભારે ભીડ જોવા મળે છે.
હાલ ઉનાળાનો સમય ચાલી રહ્યો છે ત્યારે લીંબડી, ચુડા સહિતના વિસ્તારોમાં ૪૪ ડિગ્રી સેલ્સિયસથી વધુ તાપમાન નોંધાયું રહ્યું છે જેના કારણે લીંબડી, સુરેન્દ્રનગર, વઢવાણ સહિતના વિસ્તારોમાં ઝાડા, ઉલ્ટી શરદી સહિતના કેસોની સંખ્યામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે જેના કારણે લીંબડીની સિવિલ હોસ્પિટલ એ નેશનલ હાઈવે પર આવેલી એક માત્ર હોસ્પિટલ છે જ્યાં ચુડા, સાયલા, સુરેન્દ્રનગર સહિતના દર્દીઓ સારવાર અર્થે આવતા હોય છે. ગરમીની સિઝનમાં ૪૪ ડિગ્રીથી વધુ તાપમાન આ વિસ્તારમાં નોંધાઈ રહ્યું છે ત્યારે ઓપીડીમાં તેમજ ઇમરજન્સી વિભાગમાં દર્દીઓની ભારે ભીડ ના દ્રશ્યો જોવા મળ્યા છે. હાલ લીંબડીની સિવિલ હોસ્પિટલમાં એક જ ડોક્ટર હોવાને કારણે દર્દીઓને ભારે પરેશાનીનો સામનો કરવો પડે છે.
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર
લીંબડીની સિવિલ હોસ્પિટલમાં ગરમીના કારણે કેસોમાં વધારો થતાં દર્દીઓની ભારે ભીડ.
Advertisement