પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ધરખમ વધારો ઝીંકાયો છે છેલ્લા ઘણા સમયથી દિનપ્રતિદિન પેટ્રોલ ડીઝલનો ભાવ વધારો થતો જાય છે જેના કારણે મુસાફરી પણ મોંઘી બની છે. વાહનોના ભાડામાં પણ વધારો જોવા મળ્યો છે, એક તરફ ખાદ્ય પદાર્થોના ભાવ પણ વધતા જાય છે. અનાજ, કરિયાણું, સીંગતેલ, કપાસિયાતેલ સહિતના ભાવોમાં પણ નોંધપાત્ર વધારો થયો છે તો બીજી તરફ પેટ્રોલ-ડીઝલના ભાવમાં પર વધારો ઝીંકવામાં આવતા મધ્યમ વર્ગીય પરિવાર મૂંઝવણમાં મુકાયો છે. ત્યારે છેલ્લા ઘણા સમયથી પેટ્રોલ ડીઝલના ભાવમાં દિન પ્રતિદિન ભાવમા વધારો થઈને 108 રૂપિયા સુધી પેટ્રોલ ડીઝલનો ભાવ પહોંચ્યો છે ત્યારે વાહનોના ભાડમા પણ વધારો જોવા મળી રહ્યો છે ત્યારે લોકોને એકબાજુ ખાદ્ય પદાર્થોના ભાવ સાથે સાથે પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થતાં લોકો પરેશાન બન્યા છે ત્યારે ક્યાંકને ક્યાંક લોકો પરિવર્તનની પણ વાત કરી રહ્યા છે જેથી પરિવર્તન આવે તો મોંઘવારીની માજા ધીમી પડે અને લોકોને મોંઘવારીથી રાહત મળે ત્યારે લોકોમા મોંઘવારી ઘટે તેવી માંગ ઉઠી છે.
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર