થોડા સમયથી લીંબડી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોને લઈને જીઆરડી એટલે કે ગ્રામ રક્ષક દળની ભરતી કરવામાં આવી હતી જેમાં 78 યુવાનોની ગ્રામ રક્ષક દળમા પસંદગી પામેલ હતા ત્યારે આ પસંદગી પામેલ કેડેટસની બેઝીક તાલીમ લીંબડી સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે રાખવામાં આવેલ છે જેમાં સાવધાન વિશ્રામ, તેજચાલ વગેરેની તાલીમ આપવામાં આવી રહી છે ત્યારે ગ્રામ રક્ષક દળ જીઆરડી જમાદાર માર્ગદર્શન હેઠળ અમીતભાઈ કાનજીભાઈ ચૌહાણ તેમજ સાથી સહાયક એડીઆઈ વિષ્ણુભાઈ અને સુરેશભાઇ અને જીઆરડી નાયક મહેશભાઈ દ્રારા આ તાલીમ આપવામાં આવી રહી છે.
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર
Advertisement