Proud of Gujarat
FeaturedGujaratINDIA

એસટી બસના કર્મચારીએ ખોવાયેલ વસ્તુ મુળમાલિકને પરત કરી

Share

હાલના સમયમાં ખોવાયેલ ચીજ વસ્તુ ભુલી જવી પડે છે ત્યારે લીંબડી એસટીના કર્મચારીએ આ વાત ખોટી સાબિત કરી છે કેમકે કોઇ મુસાફરની ચિજ વસ્તુ મુસાફરી દરમિયાન બસમાં પડી રહી હતી ત્યારે એસટી કન્ડક્ટર અને ડ્રાઈવરે વસ્તુના મુળમાલિકને બોલાવી પરત કરી હતી.

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાં આવેલ એસટી બસ સ્ટેશનમાં અવાર-નવાર લોકોની લોકો બસમાં અને બસ સ્ટેશન માં ચીજ વસ્તુઓ ભુલી જતાં હોય છે પણ આ લીંબડી એસટીના કર્મચારીઓ પોતાની ઈમાનદારી ભુલતા નથી અને જેતે વસ્તુ ના મુળમાલિકને બોલાવીને વસ્તુઓ પરત કરતાં હોય છે ત્યારે ગઈ કાલે સુરેન્દ્રનગર થીં લીંબડીના હડાળા રૂટની બસમાં મુસાફરી દરમિયાન નિલેશભાઈ ત્રિવેદી પોતાનો મોબાઇલ અને અન્ય સામાન ભુલી ગયા હતા ત્યારે આ બસના કંડકટર રણછોડભાઈ પરમાર અને ડ્રાઈવર પૃથ્વીરાજસિહ ઝાલાએ આ લીંબડી ડેપોના અધિકારી તેમજ રાજભા જાડેજા,ગજુભા જાડેજાની હાજરી માં વસ્તુ ખોવાયેલ મુળમાલિકને બોલાવીને તેમની વસ્તુ પરત કરી હતી અને આવું એક વાર નહીં અનેકવાર લીંબડી એસટીના કર્મચારીઓ પોતાની ઈમાનદારી ભુલતા નથી.

Advertisement

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર


Share

Related posts

મુંબઈથી ભરૂચ લવાયેલ એમ.ડી ડ્રગ્સના જથ્થા સાથે ૩ કેરીયર ઝડપાયા, લાખોનો મુદ્દામાલ કબ્જે કરાયો

ProudOfGujarat

કપડવંજમાં ગરબાના ગ્રાઉન્ડમાં ૧૭ વર્ષીય યુવકનું ગરબા રમતા હાર્ટ એટેકથી મોત નિપજ્યું

ProudOfGujarat

વડોદરાનાં ગાજરાવાડી વિસ્તારમાં ગોડાઉનમાંથી SOG એ શંકાસ્પદ કેમિકલ ઝડપી પાડયુ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!