Proud of Gujarat
FeaturedGujaratINDIA

જૂની પેન્શન યોજના શરૂ કરવા લીંબડી શિક્ષક સંઘ દ્વારા કેબિનેટ મંત્રીને રજૂઆત.

Share

આજે બાબાસાહેબ આંબેડકર ની જન્મ જયંતી નિમિત્તે લીંબડીમાં શિક્ષક સંઘ મંડળ દ્વારા જૂની પેન્શન યોજનાને ફરી શરૂ કરવા કેબિનેટ મંત્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.

આ આવેદનપત્રમાં શિક્ષણ સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ એ જણાવ્યું છે કે ઘણા લાંબા સમયથી શિક્ષકોની માંગ છે કે જૂની પેન્શન યોજના શરૂ કરવામાં આવે, સમગ્ર ગુજરાતમાં જૂની પેન્શન યોજનાને શરૂ કરવા માટે આંદોલન ચાલી રહ્યું છે ત્યારે આજે લીમડી શિક્ષણ સંઘ દ્વારા પણ જૂની પેન્શન યોજના શરૂ કરવામાં આવે તેવી માંગ કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણા સમક્ષ કરવામાં આવી છે. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર વિધી કરી શિક્ષણ સંઘના સભ્યોએ આ લડતને વધુ વેગ આપવાનો નિર્ણય કર્યો છે જ્યાં સુધી શિક્ષકોની માંગ નહીં સંતોષાય ત્યાં સુધી ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેમ લીંબડી શિક્ષણ સંઘ મંડળના હોદ્દેદારોએ જણાવ્યું છે. આ કાર્યક્રમમાં જીલ્લા તેમજ લીંબડીના શિક્ષક સંઘ મંડળના હોદ્દેદારો અને સભ્યો હાજર રહ્યા હતા.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

ભરૂચ ના દહેજ નજીક ભૂખી ખાડી પાસે ટ્રાવેલર ગાડી અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા ૭ થી વધુ લોકો ને ઈજાઓ પહોંચતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા…

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં સરકારી કર્મચારીઓ અને અધિકારીઓને 15 વર્ષ પહેલા મળતું ટ્રાયબલ ભથ્થુ પુનઃ મળે તેવી માંગ.

ProudOfGujarat

ભરૂચ : નેત્રંગમાં કોંગ્રેસ સમિતી આયોજીત મહા સંમેલન યોજાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!