આધારકાર્ડ એટલે વ્યક્તિ માટેનો એક જીવન જરૂરીયાત દસ્તાવેજ બની બેસ્યો છે ત્યારે કોઈપણ સરકારી કે ખાનગી કચેરીમાં આધારકાર્ડ ફરજિયાત દસ્તાવેજ તરીકે માંગે છે ત્યારે લોકો આધારકાર્ડ પાછળ ગાંડા બન્યા છે ત્યારે લીંબડીમા આવેલ ગ્રામીણ બેન્કમા એક જ જગ્યાએ આધારકાર્ડની કામગીરી ચાલુ છે ત્યારે લીંબડી ખાતે પહેલા પાંચ જગ્યાએ આધારકાર્ડની કામગીરી ચાલુ હતી. જેમ કે લીંબડી પોસ્ટ ઓફિસમા, ગ્રામીણ બેન્કમા, આઈસીડીએસ ઓફીસ, નગરપાલિકામા અને સેવા સદન ખાતે ત્યારે અત્યારે ફક્ત એક જગ્યા સૌરાષ્ટ્ર ગ્રામીણ બેન્કમા જ આધાર કાર્ડની કામગીરી ચાલુ છે અને અન્ય બીજી બધી જગ્યાએ આધારકાર્ડની કામગીરી બંધ છે ત્યારે ગામડા તેમજ લીંબડી શહેર તમામ લોકો આધારકાર્ડ માટે ગ્રામીણ બેન્કમા આવે છે અને બેન્કમા ભારે ભીડ જોવા મળી છે અને બેન્કમા હાલ પાક ધિરાણની કામગીરી ચાલુ હોય ત્યારે બેન્કની કામગીરીમા પણ વિક્ષેપ ઉભો થાય છે અને આ સેન્ટર ખાતેથી ફક્ત 30 જ કુપન આપવામાં આવે છે ત્યારે 30 કિલોમીટર દૂરથી આવતા અરજદારોને ધરમના ધક્કા થાય છે ત્યારે લોકોમા અન્ય જગ્યાએ આધારકાર્ડ સેન્ટર ઉભુ કરવામાં આવે તેવી તંત્ર પાસે માંગ ઉઠી છે અને લોકો આશા રાખીને બેઠા છે.
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર
લીંબડીમાં આધારકાર્ડના અન્ય સેન્ટર બંધ રહેતા અરજદારોને મુશ્કેલી.
Advertisement