Proud of Gujarat
GujaratFeaturedINDIA

લીંબડી મોટાવાસમા 52 ગજની ધજા ફરકાવી રામનવમીની ઉજવણી કરાઈ.

Share

દર ત્રણ વર્ષે આવતી ચૈત્ર મહિનાની નવમી એટલે મોટી રામનવમી ત્યારે લીંબડી મોટાવાસ દ્રારા પરંપરાગત રીતે આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે ત્યારે આ વર્ષે રામનવમીના દિવસે પરંપરાગત રામાપીરને નિવેજ સાથે 52 ગજની ધજા ચઢાવવામાં આવી હતી તેમજ આજ વિસ્તારમાં આવેલા હનુમાનજી મંદિર તેમજ માત ભવાની મંદિર ખાતે પણ આ વિસ્તારના લોકો દ્વારા શ્રધ્ધાપુર્વક ચોખાના નિવેજ ચઢાવવાંનો એક અનોખો રિવાજ છે ત્યારે આ તહેવાર મોટાવાસના સમસ્ત લોકો દ્વારા ઉજવવામાં આવે છે.

ત્યારબાદ લીંબડીના રામદેવ ખાચે આવેલ મંદિરે નગારાના તાલે વાજતેગાજતે લીલુડો ઘોડા સાથે પણ ધજા ચઢાવવામાં આવે છે ત્યારે આ ઉજવણી આ વિસ્તારના વડીલો જેમ કે નાનજીભાઈ પરમાર, મનસુખભાઈ સોલંકી, કલ્પેશ વાઢેર, ગોવિંદભાઈ મકવાણા, જેઠાભાઈ સોલંકી, રમણભાઈ વોરા, ચતુરભાઈ વાઘેલા સહિતના તમામ લોકો આ આયોજન કરવામાં આવે છે તેમજ વડીલોના માર્ગદર્શન હેઠળ યુવાનો દ્વારા આ આયોજન કરવામાં આવે છે.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

બિગ બોસ OTT: આ વખતે બિગ બોસનું ઘર કંઈક આવું હશે, જુઓ ફર્સ્ટ લુક

ProudOfGujarat

અમદાવાદ : સ્વ. અહેમદભાઈ પટેલનો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

સુરત : અડાજણ સ્થિત ઈન્કમટેક્ષ કચેરીના સ્ટેનો રૂ.2500 લાંચ લેતા ઝડપાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!