Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી હાઇવે સર્કલ પર ડમ્પર ચાલકે બાઈક સવાર દંપતીને ટક્કર મારતા અકસ્માત સર્જાયો.

Share

લીંબડી નેશનલ હાઇવે પર ડમ્પર ચાલકોનો દિનપ્રતિદિન ત્રાસ વધી રહ્યો છે અને અવારનવાર ડમ્પર ચાલકો અકસ્માત સર્જીને ફરાર થઇ જાય છે અને અકસ્માતમા લોકોને જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે. ત્યારે આજે લીંબડી હાઇવે સર્કલ પર ડમ્પર ચાલકે બાઈક સવાર દંપતી અરૂણાબેન લલીતભાઈ વેગડા અને લલીતભાઈ રામજીભાઈ વેગડાને ડમ્પરની અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો ત્યારે બન્ને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે તાત્કાલિક અસરથી લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યારે ઈજાગ્રસ્તોની હાલત ગંભીર હોવાથી સુરેન્દ્રનગર રિફર કરવામાં આવ્યા હતા. અવારનવાર ડમ્પર ચાલકો અકસ્માત કરતા હોય છે તેમ છતાં તંત્ર દ્વારા હવે ડમ્પર ચાલકોની સામે લાલ આંખ કરવાની જરૂર છે.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

વાગરા તાલુકાનાં અરગામા ગામ ખાતે અગમ્ય કારણોસર એક પરિણીત મહિલાએ કરેલ આત્મહત્યા જાણો વધુ.

ProudOfGujarat

રાજપીપળા : આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીને અનુલક્ષીને જિલ્લાના વિવિધ સ્થળોએ યોગ પ્રશિક્ષકો દ્વારા અપાઇ રહેલી તાલીમ.

ProudOfGujarat

ભરૂચ : GVK EMRI 108 દ્વારા નાતાલ પર્વની ઉજવણી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!