વિચરતી વિમુક્તિના જાતિના લોકો ધ્રાંગધ્રા, વઢવાણ, થાન, લીંબડી,ચોટીલા, જેવા તાલુકામાં આ જાતિના લોકો ઝૂંપડપટ્ટીમાં રહે છે. ત્યારે સરકાર દ્વારા આ લોકોને રહેવા માટે જમીન મળી તે જરૂરી છે. તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના તાલુકામાં 500 (પાંચસો)થી વધુ આ પરિવાર ને 100 (સો)ચોરસ વારના પ્લોટ આપવામાં આવેલ છે. નિરાધાર નો આધાર બની સરકાર વિચરતી વિમુક્તિના જાતિના લોકોને સરકાર દ્વારા પ્લોટની ફાળવણી
સરકાર દ્વારા વિવિધ યોજનાઓ કાર્યરત છે. અને ગરીબ અમે જરૂરીયાત વર્ગને તે યોજનાનો લાભ મળે તે માટે સરકાર પ્રયત્નશીલ છે. ત્યારે વિચરતી વિમુક્તિ જાતિના લોકો વર્ષોથી ગુજરાતમાં વસવાટ કરે છે. જેમાં ડફેર,વાદી, સલાટ,દેવીપૂજક જેવા વિવિધ જાતિના લોકો આ વિચરતી વિમુક્તિ જાતિમાં આવે છે. અને તે ગુજરાતમાં રહીને પોતે મજૂરીકામ કરીને રોજગારી મેળવી રહ્યા છે. પણ તે લોકોને કાયમી એક સ્થળે રહેવાનું હોતું નથી. અને તેના માટે તેમણે ઝૂંપડપટ્ટીમાં માં જ રહેતા હોય છે. જ્યાં તેમને ખૂબ તકલીફો પડતી હોય છે. જેમાં વરસાદ,ઠંડી, તેમજ ગરમીમાં ખૂબ તકલીફો પડેછે. જેના કારણે તેઓ બીમાર પડે તેમજ તેમના બાળકોને શિક્ષણ પણ ન મળી શકે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા, વઢવાણ, થાન, લીંબડી,ચોટીલા, જેવા તાલુકામાં આ જાતિના લોકો ઝૂંપડપટ્ટીમાં રહે છે. ત્યારે સરકાર દ્વારા આ લોકોને રહેવા માટે જમીન મળી તે જરૂરી છે. તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના તાલુકામાં 500 (પાંચસો)થી વધુ આ પરિવાર ને 100 (સો)ચોરસ વારના પ્લોટ આપવામાં આવેલ છે. આજે પણ ધ્રાંગધ્રામાં પણ 9(નવ) પરિવારને 100 (સો) ચોરસવાર પ્લોટ આપવામાં આવ્યા હતા સાથે આ પ્લોટ ઉપર મકાન બનાવવા માટે પણ સરકાર દ્વારા સહાય પણ આપવામાં આવશે.આ જાતિના લોકો એક જગ્યા ઉપર સેટ થઈ શકે તેમજ પોતે ધંધો કરી શકે અને તેમના બાળકોને શિક્ષણ આપી શકે અને તે પરિવારના લોકો આગળ આવે અને આર્થિક રીતે પગભર તે માટે સરકાર તેમને મદદરૂપ થવા માટે તૈયાર છે. જ્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આવા પરિવારના લોકોને બને તેટલું ઝડપથી સરકારી યોજનાનો લાભ મળે તે માટે કાર્ય કરવા માટે મુખ્યમંત્રીની સૂચના અનુસાર જિલ્લા કલેક્ટર ઝડપી કાર્ય કરી રહ્યા છે. અને હજી આગામી દિવસોમાં 500 (પાંચસો)થી વધુ પ્લોટ આગામી બે ત્રણ મહિનામાં આ જાતિના લોકોને આપવામાં આવશે.તેવું જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું.જયારે જે લોકોને આ પ્લોટ મળ્યા હતા. તે લોકો ખુશ હતા. અને સરકારનો આભાર માનતા હતા.
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર