યુવરાજસિંહ જાડેજા ઉપર 307 જેવા ગંભીર ગુન્હામાં ધડપકડ કરવામાં આવી એ બદલ વિરોધ નોંધવતા આવેદનપત્ર લીંબડી મામલતદારને આપવામાં આવ્યું હતું. લીંબડી માગુંજી શાખા ક્ષત્રિય સમાજ ઉપસ્થિત રહી સૂત્રોચાર કરી વિરોધ નોંધાવ્યો હતો.
ભરતી કૌભાંડને બહાર લાવનાર યુવરાજસિંહ જાડેજાના સમર્થનમાં લીંબડી મામલતદારને માગુંજી ક્ષત્રિય સમાજ આગેવાનોમાં પ્રવીણસિંહ ઝાલા, બળદેવસિંહ ઝાલા, લખધીરસિંહ રાણા, ભગિરથસિંહ રાણા, સહદેવસિંહ ઝાલા, પ્રતાપસિંહ રાણા, નટુભા ઝાલા, કિરીટસિંહ ઝાલા, તેમજ લીંબડી ક્ષત્રિય સમાજના યુવાનો, દરેક સમાજના આગેવાનો તેમજ લીંબડી શહેરના સી.વાય.એસ.એસ. વિધાર્થીઓ, આમ આદમી પાર્ટીના હોદેદારો દ્રારા લીંબડી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર
Advertisement