લીંબડી શાળા નં. 10 માં એન્યુલ ફંકશનની તડામાર તૈયારીઓ કરવામાં આવેલ હોય જેમાં આ તૈયારીના ભાગરૂપે શિક્ષકો પણ બાળક જોડે બાળક બન્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.
કોરોના કાળ દરમિયાન તમાંમ શાળાઓ ઠપ થઈ જવા પામી હતી તેમાં ફંકશનની તો વાત જ ક્યાં કરવાની ત્યારે બાળકોમા પડેલી આવડતો પણ લુપ્ત બની હતી ત્યારે હાલ કોરોના થંભ્યો છે ત્યારે બાળકોનો કલરવ વળી સંભળાવવા લાગ્યો છે. શિક્ષકોમા પણ સ્ફુર્તિ આવી છે ત્યારે લીંબડીની શાળા નં 10 ખાતે આવનાર તારીખ 8 ના રોજ એન્યુલ ફંકશન રાખવામાં આવેલ છે ત્યારે તેની અત્યારથી જ તડામાર તૈયારીઓ શિક્ષકો દ્વારા શરૂ કરી દેવામાં આવી છે અને વાત કરવામાં આવે તો ખાસ કરીને બાળકોને ડાન્સ, મીમીક્રી, વગેરેની તાલીમ આજ શાળાના શિક્ષક સહેનાજબેન, જયશ્રીબેન, કાન્તિબેન સહિતના શિક્ષકો દ્વારા આપવામાં આવી રહી છે અને યોજાનાર કાર્યક્રમને સફળ બનાવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે અત્યારથી જ શાળા પરિવાર અને બાળકો અત્યંત ઉત્સાહમાં હોય એન્યુઅલ ફંકશનની કૃતિઓનું હાલ શાળા ખાતે રિહર્સલ ચાલી રહ્યું છે.
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર