લખતર ખાતે કાગારૂ મધર કેર કોર્નર નો શુભારમ કરાયો
સુરેન્દ્રનગર જીલ્લા ના લખતર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે વિશ્વ સ્તનપાન સપ્તાહ ઉજવણી કરવામાં આવી
લખતર ખાતે 4/8/2019નાં રોજ સવારે 8કલાકે લખતર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે વિશ્વ સ્તનપાન સપ્તાહ ઉજવણી અંતર્ગત કાગારૂ મધર કેર કોર્નર નો સુરેન્દ્રનગર જિલ્લા નાં પ્રભારીમંત્રી અને કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા નાં હસ્તે શુભારભ કરવા માં આવ્યો હતો. જેમાં બધા જ નવજાત શિશુ માટે માતાનો સીધે સીધો શારીરિક સ્પર્શ છાતી સાથે સ્પર્શ ખાસ કરીને અધૂરા મહિને જન્મેલા અને જન્મથી નબળા શિશુ માટે માતાની છાતી શિશુની સાંભળ માટે ઉત્તમ સ્થાન છે. જેમાં તાજા જન્મેલા બાળકને યોગ્ય રીતે બેસ્ટ ફીડીગ થાયજેના માટે યોગ્ય ખુરશી માં બેસાડીને યોગ્ય રીતે બ્રેસ્ટ ફીડીગ થાય તો બાળકને સારી રીતે માતાનું ધાવન મળે અને બાળકને હૂંફારૂ વાતાવરણ મળી રહે એના માટે ની સુવિધા રાજ્ય સરકારે બહાર પાડેલ છે જે કાર્યક્રમ માં જિલ્લા પ્રભારી મંત્રી કુંવરજીભાઇ બાવળીયા. શંકરભાઇ દલવાડી. ચેરમેનશ્રી હાથશાળા અને હસ્તકલા નિગમ. જિલ્લા કલેક્ટર કે. રાજેશ. આસિસ્ટન્ટ ડાયરેક્ટર ર્ડો. નયન.જાની ( સુરેન્દ્રનગર. લાઈઝન). તથા ઇન્ચાર્જ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ર્ડો.બી.કે. વાઘેલા. તથા જિલ્લા પંચાયત ના આરોગ્ય વિભાગ નાં કર્મચારીઓ. લખતર સામુહીક કેન્દ્ર નાં કર્મચારીઓ તથા લખતર તાલુકા હેલ્થ ઓફિસ નાં કર્મચારીઓ હાજર રહ્યં હતા
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર