ધોરણ 10 માં બે પ્રકારની ગણિત પધ્ધતિ લાવવામાં આવી છે જેમ કે બેઝિક ગણિત અને સ્ટાન્ડર્ડ ગણીત ત્યારે આજે ધોરણ 10 ની બેઝિક ગણિતની પરીક્ષા યોજાઈ હતી, મોટાભાગે વિધ્યાર્થીઓ ગણિત વિષયથી ગભરાતા જોવા મળતા હોય છે ત્યારે આજે ધોરણ 10 ના વિધાર્થીઓ બેઝિક ગણિતની પરીક્ષા આપી પરીક્ષા ખંડની બહાર હસતાં હસતાં આવતા જોવાં મળ્યાં હતાં ત્યારે વિધ્યાર્થીઓને પુછતા ગણિતનુ પેપર સહેલું હોવાનું જણાવવામાં આવ્યું હતું તેમજ શિક્ષકો દ્વારા પણ ગણિતનું પેપર સહેલું હોવાનું જણાવવામાં આવ્યું હતું ત્યારે આજના બેઝિક ગણિતના પેપરથી વિધ્યાર્થીઓ ખુશખુશાલ જોવા મળ્યા હતા હવે જોવાનું એ રહ્યું કે આવતીકાલે યોજાનાર સ્ટાન્ડર્ડ ગણીતનુ પેપર કેવું રહેશે ?
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર
Advertisement