આજથી જ્યારે ધોરણ 10 અને 12 ની પરીક્ષા કોરોના કાળ પછી જ્યારે ઓફલાઈન શિક્ષણ લઈને વિદ્યાર્થીઓ આજે જ્યારે પરીક્ષા આપવા કેન્દ્ર ખાતે આવેલ હતા ત્યારે એક તહેવાર જેવો માહોલ જોવા મળ્યો હતો. જેમાં આજે નિલકંઠ વિદ્યાલય ખાતે વાલીઓ પોતાના બાળકોને પરીક્ષા કેન્દ્ર ખાતે આવેલ ત્યારે વાલીઓમાં પણ એક પોતાના સંતાનને પરીક્ષા આપવા આવતા જોઈ વાલીઓમા પણ એક આનંદ જોવા મળ્યો હતો, ત્યારે નિલકંઠ વિદ્યાલય ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા તાલુકા પંચાયતના પ્રમુખ કૃષ્ણસિહ રાણાના હસ્તે વિદ્યાર્થીઓને પેન અને ચોકલેટ આપી શુભેચ્છા પાઠવવામાં આવી હતી.
ત્યારે આ શાળાના સંચાલક હિતેશભાઈ બાંધણીયા ઉર્ફે લાલાભાઈ જણાવ્યું હતું કે આ શાળામા પરીક્ષા આપવા આવેલ વિદ્યાર્થીઓને કોઈપણ જાતની તકલીફ વગર પરીક્ષા ખંડમાં શાંતિપૂર્વક પરીક્ષા આપી શકશે તેમજ કોરોના ગાઈડલાઈન મુજબ પરીક્ષા યોજવામાં આવી છે.
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર : ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ, વિદ્યાર્થીઓમાં ઉત્સાહનો માહોલ.
Advertisement