સુરેન્દ્રનગર જીલ્લાનું લીંબડી ઔધ્યોગિક રીતે પછાત છે અહીંના લોકો માત્ર ખેતી કામ પર પોતાનું જીવન નિર્વાહ કરે છે. ખેતીમાં પણ ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળતાં ખેડૂતો ના દેવા માફ ન કરતા અનેક પ્રશ્નો સર્જાયા છે. તેવા સંજોગોમાં ખેડૂતોના પડતર પ્રશ્નો અને માંગણીઓ માટે આજે લીંબડી ટાવર બંગલે શક્તિ માતાજીના મંદિરે ખેડૂત યાત્રા આવી પહોંચી હતી, જ્યાં ખેડૂતોએ જય જવાન જય કિસાનના નારા લગાવ્યા હતા અને મા શક્તિની આરાધના કર્યા બાદ આ યાત્રા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી અને નાણામંત્રીને ખેડૂતોના પડતર પ્રશ્નોનો ઉકેલ આવે ખેડૂતો આર્થિક રીતે મજબૂત બને તે સહિતના મુદ્દાઓ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવશે.
ગુજરાતમાં ખેડૂતોના અનેક પડતર પ્રશ્નો છે ખેડૂતોની સિંચાઈ અને વીજળીની જૂની માંગણીઓ તે પણ પૂરતા પ્રમાણમાં સંતોષાતી નથી. લીંબડી ખાતે આવી પહોંચેલી ખેડૂત યાત્રામાં ખેડૂત આગેવાનોએ જણાવ્યું હતું કે તાનાશાહીની આંધળી બહેરી સરકાર ખેડૂતોને પૂરતું વળતર આપતી નથી. ખેડૂત હિતમાં કોઈ નીતિ બનાવવામાં આવતી નથી માત્ર વિકાસ અને ખેડૂતોના નામે મોટા મોટા બણગાં ફૂંકતી ભાજપની સરકાર ખેત મજૂરો પશુઓ અને ખેડૂતોના હિતની કે કૃષિ હિતની કોઇ નીતિ બનાવવામાં આવેલ ના હોય જેના કારણે ખેડૂત અત્યંત આર્થિક ભીંસમાં અને આર્થિક કટોકટીમાં પોતાનો જીવન નિર્વાહ કરી રહ્યો છે. સુરેન્દ્રનગર વિસ્તાર એ સંપૂર્ણપણે ખેતી ઉપર આધારિત વિસ્તાર છે ખેડૂતોના દેવા પણ માફ નથી થતા તો પૂરતું પાણી પૂરું પાડવામાં આવતું નથી આજે ખેડૂતોને આ તમામ સમસ્યાઓનો સમાધાન ન મળતાં અંતે આપઘાત કરવાનો વારો આવે છે, કેટલાક ખેડૂતોએ પાકમાં નુકસાનીના કારણે આપઘાતના બનાવો બને છે તેવા સંજોગોમાં ખેડૂતો યાત્રા આજે શક્તિ માતાજીના મંદિરેથી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી અને નાણામંત્રીને આવેદનપત્ર પાઠવવા માટે રવાના થઈ હતી. આ યાત્રામાં ભરતસિંહ ઝાલા, ભરતભાઈ કમેજળીયા, હરેશભાઈ જાદવ, ડી ડી ઝાલા સહિતના ખેડૂત આગેવાન જોડાયા હતા. આ ખેડૂત યાત્રામાં જય જવાન જય કિસાનના નારા લીંબડીમાં ગુંજી ઉઠયા હતા.
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર