Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી અમદાવાદ હાઈવે પર કાર અને બાઈક અકસ્માતમાં 4 વ્યક્તિ ઈજાગ્રસ્ત.

Share

લીંબડી અમદાવાદ હાઈવે પર કટારિયાના પાટિયા પાસે ગોગીની સામેના ભાગમાં અકસ્માત સર્જાતાં ચાર લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

લીંબડીથી બાવળા તરફ બાઈક સવાર ચેતનભાઇ હિંમતભાઈ પંડ્યા જઈ રહ્યા હતા તે સમયે હાઇવે પરથી ટ્રાફિકના કારણે રોંગ સાઈડમાંથી અચાનક જ એક કાર ધસી આવેલ જેના કારણે અકસ્માત સર્જાતા ચાર વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેમાં ચેતન પંડ્યા, મકસુદાબેન રમીજભાઈ મકવાણા, અમદાવાદના ચિરાગ ધનજી અને કેતન મહેન્દ્ર શાહ ચારેય વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થતાં તાત્કાલિક ધોરણે 108 દ્વારા લીંબડીની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બનાવ બનતાની સાથે જ લીંબડી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્ત લોકોના નિવેદનો હાથ લઇ રોંગ સાઈડના કાર ચાલક વિશેની પૂછપરછ પોલીસે કરી હતી.

કલ્પેશ વાઢેર : સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

અમદાવાદ : માંડલની ૯૭ આંગણવાડી કેન્દ્રમાં કૃમિનાશક દીન ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

જે.એસ.એસ ભરૂચ દ્વારા સ્વચ્છતા મેરેથોન રેલી યોજાઇ…

ProudOfGujarat

પંચમહાલના ગોધરા ખાતે ડો. બાબા સાહેબ આંબેડકરની 131 મી જન્મ જયંતી નિમિતે ભારતીય જનતા પાર્ટી દ્વારા પુષ્પાંજલિ અને રેલીનું આયોજન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!