Proud of Gujarat
GujaratFeaturedINDIA

લીંબડી ધંધુકા હાઇવે પર મંગલદીપ કોટન ઇન્ડસ્ટ્રીઝમાં આગ લાગતાં લાખોનો કોટનનો જથ્થો બળીને ખાખ.

Share

લીંબડી ધંધુકા હાઇવે પર આવેલી મંગલદીપ કોટન ઇન્ડસ્ટ્રીઝમાં આજે અચાનક જ આગ લાગતાં લાખો રૂપિયાનું નુકસાન થયું હતું.

લીંબડીની મંગલદીપ કોટન ઇન્ડસ્ટ્રીઝમાં આજે આગ લાગતા સમગ્ર કોટનનો જથ્થો બળીને ખાખ થઇ ગયો હતો. આગ લાગતાની સાથે જ મંગલદીપ કોટન ઇન્ડસ્ટ્રીઝમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું જેમાં લાખો રૂપિયાનું કોટન બળીને ખાખ થઇ જવા પામ્યું હતું. આગ લાગતાની સાથે જ તરત જ ફાયર ફાઈટરની ટીમને જાણ કરવામાં આવી હતી પરંતુ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હોવાને કારણે કલાકોની જહેમત બાદ ફાયર ફાયટરો દ્વારા પાણીનો મારો ચલાવી આગ ઓલવાઈ હતી. આ સમગ્ર મામલે કોટન મિલના માલિક ચંદુભાઈ પટેલે જણાવ્યું છે કે આગ કયા કારણોસર લાગી તે હજુ પણ જાણવા મળ્યું નથી તેમ જ આગના કારણે મિલમાં ઘણું નુકસાન થયું છે.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

શહેરા તાલુકાના દિવ્યાંગ ખેલાડીએ દુબઈમાં જીત્યો ગોલ્ડમેડલ…

ProudOfGujarat

રાજપીપળા : લૂપ્ત થતાં અસલી શેરી ગરબાને છેલ્લા 9 વર્ષથી જીવંત રાખવાનો પ્રેસ ક્લબ નર્મદાનો સ્તુત્ય પ્રયાસ.

ProudOfGujarat

ભરૂચના પાલેજમાં અલગ -અલગ જગ્યાએથી બે જુગારના કેસ શોધી છ જુગારીઓને ઝડપી પાડયા..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!