Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડીમાં ચાલુ બસમાંથી વિદ્યાર્થીની પડી જતાં થઇ ઇજાગ્રસ્ત.

Share

લીંબડી ભલગામડા વચ્ચે રામદેવપીરના મંદિર નજીક ચાલુ બસમાંથી વિધ્યાર્થીની પડી જતાં વિધ્યાર્થીનીને હોસ્પિટલ ખસેડાઇ હતી ત્યારે વિધ્યાર્થીના જણાવ્યા પ્રમાણે લીંબડી નટવરગઢના રૂટની બસમાં આ બનાવ બન્યો હતો જેમાં લીંબડી અપડાઉન કરતા વિદ્યાર્થીઓ પોતાના ઘરે નટવરગઢ બસમાં પરત જઈ રહ્યા હતા ત્યારે લીંબડી ભલગામડા વચ્ચે આવેલ રામદેવપીરના મંદિર નજીક બસનો દરવાજા ખુલી જતાં બીએ કન્યા વિદ્યાલયમા અભ્યાસ કરતી એક વિધ્યાર્થીની ચાલુ બસે રોડ પર પટકાઈ હતી ત્યારે તાત્કાલિક અસરથી ખાનગી વાહનોમાં ઈજાગ્રસ્ત વિધ્યાર્થીનીને લીંબડી સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવી હતી ત્યારે વિધ્યાર્થી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે બસમાં 110 ની આજુબાજુ બસમાં પેસેન્જર ભરાય છે ત્યારે બસના પેસેન્જરને દરવાજા પાસે ઉભું રહેવાનો વારો આવે છે તેમજ આક્ષેપ કરવામા આવ્યો હતો કે આ એસટી વિભાગની બેદરકારીને કારણે આ ઘટના સર્જાવા પામી છે. તંત્ર દ્વારા આવી જેટલી બસોના દરવાજાના લોક ખરાબ થઈ ગયા છે તે તાત્કાલિક અસરથી રીપેર કરાવવા માંગ ઉઠી હતી.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

માંગરોળમાં વીજ કંપનીએ મોટા કાફલા સાથે દરોડા પાડી 61 લાખની વીજચોરી ઝડપી પાડી

ProudOfGujarat

ભર ઉનાળા વચ્ચે ભરૂચ ના પશ્ચિમ વિસ્તાર માં સર્જાતી લૉ વોલ્ટેજ અને વીજ કાપ ની સમસ્યા બાબતે જીઈબી ખાતે આગેવાનોની રજુઆત

ProudOfGujarat

લીંબડી બોરણા ગામે નેત્રમણી નેત્રયજ્ઞ નિદાન કેમ્પ યોજાયો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!