ભોળિયા મહાદેવ એટલે કે શિવ અને શિવની રાત્રી એટલે મહાશિવરાત્રી ત્યારે આજે ભોલે ભક્તો શિવની આરાધનામા લીન બની બેસે છે ત્યારે આજે લીંબડીમા આવેલ ફુલનાથ મહાદેવ મંદિર, ભીમનાથ મહાદેવ મંદિર, હરેશ્વર મહાદેવ મંદિર સહિતના શિવાલયોમાં હરહર મહાદેવના નાદ ગુંજી ઉઠયાં હતાં અને શિવભક્તો મહાદેવના દર્શનાર્થે શિવાલયોમાં આવી પહોંચ્યા હતા.
ત્યારે બપોરની થતી 12 વાગ્યેની શિવ આરતીનો ભક્તોએ લાભ લીધો હતો જેમાં વાત કરવામાં આવે તો શિવ એટલે ભોળિયા મહાદેવ નામે ઓળખાય છે તો આ ભોળિયા મહાદેવની પૂજા કરવા નાના બાળકો, મહિલાઓ સહિત વૃધ્ધો પણ શિવાલયોમાં આવી હરહર મહાદેવના નાદ ઉચ્ચારયા હતા અને શિવ ભક્તિમાં મન મુગ્ધ બન્યા હતા.
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર
Advertisement