રક્તદાન એટલે મહાદાન એ કહેવુ ખોટું નથી ત્યારે લીંબડી ભોગાવા નદીના સામા કાંઠે આવેલ ફુલેશ્વર મહાદેવ મંદિર ખાતે માયાગીરી બાપુના આશીર્વાદથી મહા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે સેવાભાવી યુવાનો દ્વારા એક મહા તહેવાર હોય તેમ યુવાનો દ્વારા રક્તદાન કરવામા આવ્યું હતું.
ફક્ત જરૂરિયાતમંદોને આ રક્ત મળી રહે તેવા આશયથી આ રક્તદાન શિબિરનુ આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે લીંબડી ફુલેશ્વર મહાદેવ મંદિર ખાતે યોજાયેલ રક્તદાન શિબિર કેમ્પની મુલાકાતે વન અને પર્યાવરણ કેબિનેટ મિનિસ્ટર કિરીટસિંહ રાણા આવી પહોંચ્યા હતા તેમજ તેમની સાથે લીંબડી નગરપાલિકા પ્રમુખ બેલાબેન વ્યાસ, કિશોરસિંહ રાણા, યશવંતસિંહ પરમાર સહિતના હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમનુ આયોજન કરેલ યુવાનોને શાબ્દિક બિરદાવવામાં આવ્યા હતા તેમજ આવીજ રીતે યુવાઘણ આવી અવનવી સેવાકીય પ્રવૃતિઓ કરે તેવી ફુલેશ્વર મહાદેવને કિરીટસિંહ રાણા દ્રારા પ્રાર્થના કરવામાં આવી હતી.
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર
લીંબડી ફુલેશ્વર મહાદેવ મંદિર ખાતે રક્તદાન શિબિર યોજાયો.
Advertisement