Proud of Gujarat
INDIAFeaturedGujarat

લીંબડી ખાતે સખીદા કોલેજમાં બેબી કેર શરૂ કરાતા નૂતન માનવીય અભિગમને શૈક્ષણિક વિદોએ વધાવ્યો.

Share

શ્રી સખીદા આર્ટ્સ, કોમર્સ તથા હોમ સાયન્સ કોલેજ, લીંબડી ખાતે આજરોજ તારીખ ૨૧/૦૨/૨૦૨૨ સોમવાર ના રોજ આર્ટ્સ, કોમર્સ તથા હોમ સાયન્સના પ્રથમ સેમેસ્ટરની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષાનો પ્રારંભ થયો હતો. ઉપરોક્ત પરીક્ષામાં હોમ સાયન્સના પરીક્ષાર્થી સંગીતાબેન (ગામ -chokdi ) પોતાના બે માસના બાળકને પરીક્ષા દરમ્યાન સાથે લાવ્યા હતા. બે માસના કોમળ બાળક માટે કોલેજ દ્વારા અલગ રૂમમાં પારણું, દૂધ, બિસ્કીટ તથા અન્ય પોષણયુક્ત આહારની વ્યવસ્થા કરવામાં આવી હતી. કોલેજ દ્વારા દાખવવામાં આવેલ નૂતન માનવીય અભિગમ સમગ્ર જિલ્લા તથા સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં પ્રસંશા પાત્ર બનેલ છે. આ પ્રસંગે લીંબડી કેળવણી મંડળના મંત્રી પ્રકાશભાઈ સોની, કોલેજના પ્રિન્સીપાલ ડો.એસ.જી.પુરોહિત, કોલેજના સિનિયર અધ્યાપક તથા કચ્છ યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડો.સી.બી.જાડેજા તથા પ્રો.કે.એમ.ઠક્કર ઊપસ્થિત રહ્યા હતા.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

સોના-ચાંદીની કિંમતમાં આવ્યો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ ભાવ.

ProudOfGujarat

ઝઘડિયાના ખરચી અને જીઆઇડીસી વિસ્તારમાં ગેરકાયદેસર માટી ખનનનો વિવાદ

ProudOfGujarat

દસ દિવસમાં વરસાદ નહીં, તો પીવાનું પાણી નહીં- અંકલેશ્વર નગરપાલિકા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!