હાલ જ્યારે ધોરણ 11 ની દ્વિતીય પરીક્ષા ચાલી રહી છે ત્યારે વિદ્યાર્થીઓ સારા માર્ક્સ મેળવવા મહેનત પણ કરી રહ્યા છે ત્યારે આજે તારીખ 18/2/22 નુ સવાર પાળીનુ અર્થશાસ્ત્રનુ પેપર 17 કલાક પહેલા યુટ્યુબ પર અપલોડ થતાં ક્યાંકને ક્યાંક મહેનત કરતા વિદ્યાર્થીઓમા નિરાશા છવાઈ જવા પામી હતી. અર્થશાસ્ત્રનુ પેપર 17 કલાક પહેલા યુટ્યુબ પર અપલોડ થતાં અનેકો સવાલ પણ ઉભા થઇ રહ્યા છે ત્યારે આ બાબતે શાળા વિકાસ સંકુલના જીલ્લા પ્રમુખ રણજીતસિંહ સાથે ટેલિફોનમા વાત કરતા જેઓએ જણાવ્યું હતું કે આ સંકુલ 9 જીલ્લામા કામ કરી રહ્યું છે અને સુરેન્દ્રનગર જીલ્લા અલગ અલગ તાલુકામા પણ આ સંકુલ કામ કરી રહ્યું છે ત્યારે આજે આ અર્થશાસ્ત્રનુ પેપર 17 કલાક પહેલા યુટ્યુબ પર અપલોડ થતાં લીંબડીમા ચકચાર મચી જવા પામી હતી ત્યારે આ બાબતે લીંબડીના પ્રમુખ સંદિપભાઈ પટેલે પ્રતિક્રિયા આપી હતી.
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર