ચુડા તાલુકાની નવી મોરવાડમા બે બાળાના ડુબી જતાં મોત
અણધાર્યા વરસાદ થી નદી નાળા માં નવા નીર આવ્યા છે ત્યારે નવી મોરવાડ નદી પાસે આવેલ નવા પુલ નજીક બે બાળકીઓના ડુબવાનીના સમાચાર મળતા ગામ લોકોએ શોધખોળ હાથ ધરી બાળકીઓના મૃતદેહ બહાર કઢાયા હતા ત્યારે ગામલોકોના કહેવા મુજબ નદીમાં રેતી ખનનથી પડેલ ઉંડા ખાડા પડી ગયા છે અને નદી માં અલગ-અલગ જગ્યાએ 10 થી 15 ફુટ સુધીના ઉંડા ખાડા થઈ ગયા છે ત્યારે અવાજ એક ઉંડા પાણી ભરાયેલા ખાડા માં અજાણતા બે બાળાઓ ગરકાવ થઈ ગઈ હતી ત્યારે ડુબીજાનાર બાળા નિરાલી.મુકેશભાઈ કોરાલિયા અને તુલસી ઘનશ્યામભાઈ કોઠારિયા ,બંનેએ બાળકીઓને ગામ લોકોએ શોધખોળ હાથ ધરી બાળકીઓના મૃતદેહ બહાર કઢાયા હતા બાળાઓના મૃતદેહ બહાર કાઢીને પોસ્ટ મોર્ટમ અર્થે સાયલા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા…બાળા ઓ ના ડૂબી જવાથી થયેલ મૃત્યુ ની ઘટનાથી સમગ્ર પંથક અને ગ્રામજનો માં શોક ની લાગણી પ્રસરી જાવા પામી હતી
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર