Proud of Gujarat
GujaratFeaturedINDIA

લીંબડીમાં અલગ-અલગ જગ્યાએ રિક્ષા પલ્ટી ખાતા બે ના મોત.

Share

લીંબડી તાલુકાની હદમાં એક તરફ રીક્ષા પલટી ખાઈ જતા રીક્ષા ડ્રાઇવરનું મોત થયું છે તો રીક્ષા પલ્ટી ખાઈ જતાં છાલિયા તળાવ નજીક એક બે વર્ષની નાની બાળાનું મૃત્યુ થયું છે.

આ બનાવની મળતી વિગતો અનુસાર લીંબડી તાલુકામાં રાજકોટ હાઇવે પર છાલિયા તળાવ નજીક રીક્ષા અકસ્માતે પલટી ખાઈ ગઈ હતી જેમાં બેઠેલી બે વર્ષની નાની બાળાનું મોત થયું હતું તો બીજી તરફ લીંબડી ચુડા નજીક એક રિક્ષા અચાનક પલ્ટી ખાઇ જતા રિક્ષા ડ્રાઇવરનુ મોત નીપજ્યું છે. બંને અકસ્માતમાં મરણ જનાર બે વર્ષની બાળા અને રીક્ષા ડ્રાઈવરને લીંબડીની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. એક જ દિવસમાં અલગ અલગ બે જગ્યાએ રિક્ષા પલ્ટી મારતાં બંને જગ્યાએ એક એકના કરૂણ મોત નિપજતા પરિવારજનોમાં માતમનો માહોલ છવાયો છે.

Advertisement

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર


Share

Related posts

ભરૂચના સનરાઇઝ પાર્કની ખુલ્લી જગ્યામાં આગ લાગતાં બે કાર બળીને ખાખ.

ProudOfGujarat

ઉમરપાડામાં મામલતદાર અને ટીડીઓની કાયમી ધોરણે નિમણૂક કરવા કોંગ્રેસનાં આગેવાનોએ માંગ કરી…

ProudOfGujarat

પાલેજ નગર સહિત પંથકમાં મુસ્લિમ સમાજ દ્વારા શબેબરાત પર્વની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!