Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરેન્દ્રનગર : પાટડીમાં આવારા તત્વો દ્વારા મસ્જિદમાં દારૂની બોટલ મુકતા મુસ્લિમ સમાજમાં રોષ.

Share

સુરેન્દ્રનગરના પાટડી વિસ્તારમાં કોઈ અજાણ્યા ઇસમો દ્વારા મસ્જિદમાં દારૂની બોટલ મૂકી જતા મુસ્લિમ સમાજમાં રોષની લાગણી ફેલાઇ ગઇ છે.

પાટડીના પઠાણવાસ વિસ્તારમાં હુશેની મસ્જિદમાં કોઈ શખ્સો દ્વારા દારૂની બોટલ મૂકી જતા મુસ્લિમ સમાજના લોકો અહીં એકઠા થઇ ગયા હતા તથા સમગ્ર મુસ્લિમ સમાજમાં રોષની લાગણી ઉદભવી છે. મુસ્લિમ સમાજ દ્વારા તાત્કાલિક ધોરણે તંત્રને જાણ કરવામાં આવી હતી આથી તંત્ર દ્વારા ઘટના સ્થળે પહોંચી સમગ્ર બાબતની તપાસ હાથ ધરાઇ હતી અને મુસ્લિમ સમાજ દ્વારા મસ્જિદમાં દારૂની બોટલ મૂકનાર આવારા તત્વોને ઝડપી પાડવા તંત્ર સમક્ષ માંગણી કરવામાં આવી છે. આ પ્રકારની ધાર્મિક લાગણી સાથે ચેડા કરનારા શખ્સોને સખતમાં સખત સજા ફટકારી કાયદેસરની કાર્યવાહી કરવાની મુસ્લિમ સમાજે માંગણી કરી છે.

Advertisement

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર


Share

Related posts

ભરૂચના નાંદ ગામમાં મેળો યોજવાની પરવાનગી આપવા કલેકટરને રજૂઆત કરાઇ

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં અત્યાર સુધીમાં સૌથી વધુ 48 કેસ આજે એક જ દિવસમાં નોંધાયા.

ProudOfGujarat

રાજપીપળામાં મહારાષ્ટ્રીયનોએ નવા વર્ષ ગુડી પડવા પર્વની ઉજવણી કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!