આજે સવારે મુખ્યમંત્રીએ અમદાવાદની આસપાસના વિસ્તારમાં 6 લેન હાઇવે નિર્માણની કામગીરીનું નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા હતા તે સમયે તેઓએ એક સામાન્ય નાગરિકની માફક ચાની ચૂસકીનો સ્વાદ પણ માણ્યો હતો.
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ રાજકોટ ધોરીમાર્ગને લઈને કામગીરીના નિરીક્ષણ અર્થે નિર્માણાધીન 6 લેન હાઈવે નિર્માણ વેળાએ તેઓએ ઢાબા પર ચા ની ચૂસકીનો સ્વાદ પણ માણ્યો હતો. આજે સવારે મુખ્યમંત્રી નિરીક્ષણ માટે મોટર માર્ગે ઉપરોક્ત રૂટ પર નીકળ્યા હતા અને જુદા જુદા સ્થળોની માર્ગ નિર્માણ કામગીરી નિહાળી હતી. આ નિરીક્ષણ કામગીરીમાં તેમની સાથે રાજ્યના મુખ્ય સચિવ પંકજકુમાર અને અન્ય અધિકારીઓ પણ હોય થોડી ક્ષણો માટે તેઓ હાઇવે પર આવેલી કનૈયા કાઠીયાવાડી હોટેલ ઢાબા પર રીફ્રેશમેન્ટ માટે રોકાયા હતા જ્યાં તેઓએ ફ્રેશ થવા માટે ચા સહારો લીધો હતો. તો બીજી તરફ ભુપેન્દ્ર પટેલ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હોય જેથી જામનગર, રાજકોટ, અમદાવાદ તરફ પ્રવાસ કરતા મુસાફરોએ મુખ્યમંત્રીને જોઈ કનૈયા કાઠીયાવાડી હોટેલ પર જાહેર જનતા સાથે સેલ્ફી લીધી હતી. જાહેર જનતાની લાગણીને માન આપી મુસાફરો સાથે ફોટા પડાવતા મુખ્યમંત્રી એ પોતાના સાલસ સ્વભાવનો પરિચય આપ્યો હતો.
આજે 6 લેન હાઇવે કામગીરી નિરીક્ષણ અર્થે નીકળેલા મુખ્યમંત્રીએ કાઠીયાવાડી ઢાબા પર ચા ની ચૂસ્કી માણી.
Advertisement