લીંબડી તાલુકાના રળોલ ગામે વહેલી સવારે અચાનકજ દિનેશભાઈ ગફુરભાઈ છાપરાને કોઈ અજાણ્યા શખ્સે માર માર્યો હોય માથાના ભાગે ગંભીર ઇજાઓ થવાના કારણે દિનેશભાઈને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમને હોસ્પિટલના ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યા છે.
લીંબડી તાલુકાના રળોલ ગામે આજે સવારે હત્યાના આક્ષેપ સાથે લાશને લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે લાવવામાં આવી હતી તે દરમિયાન મરણ જનાર દિનેશભાઈ ગફુરભાઈનાં મોટાભાઈ અમૃતભાઈ એ જણાવ્યું હતું કે વહેલી સવારે મૃતકની સાત વર્ષની પુત્રી દોડતી આવી અને કહ્યું કે મારા પપ્પાને કોઈ મારી રહ્યું છે તે સમયે અમરતભાઈ તાત્કાલિક જઈને તેમના ભાઈ દિનેશભાઈને બચાવવાની કોશિશ કરેલી પરંતુ આરોપી ધક્કો મારી અને પલાયન થઈ ગયો હતો તે સમયે મૃત હાલતમાં દિનેશભાઈ પોતાની પથારીમાં હોય આથી તાત્કાલિક ધોરણે દિનેશભાઈને તેમના ભાઈ અમરતભાઈ સહિતના લોકોએ લીંબડીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવ્યા જ્યાં ફરજ પરના તબીબોએ દિનેશભાઈને મૃત જાહેર કરેલ અને પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવની જાણ થતાં તાત્કાલિક ધોરણે પાણશીણા ગામનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી નાસી છુટેલા દિનેશભાઇના હત્યારાને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર