છેલ્લા ઘણા સમયથી લીંબડીમાં કોરોના કહેર થંભ્યો હતો ત્યારે વળી કોરોનાએ લીંબડી શહેરમાં એન્ટ્રી મારતા તંત્ર ખડે પગે થયુ છે અને કોરોના વધુ પગ પેસારો ના કરે તે માટે કમર કસીને કામે લાગી ગયેલ છે અને શહેરની જનતાને અવારનવાર કોરોના ગાઇડલાઇનનું પાલન કરવા સુચન પણ કરેલ છે પણ લીંબડી શહેરના વેપારીઓ તેમજ શાકમાર્કેટના વેપારીઓ આ સુચનાના લીરા ઉડાવતા હોય તેવું લાગી રહયું છે કેમ કે બજારમાં કોઇ
જાતનું સોશ્યલ ડીસ્ટન્સ નહી અને માસ્ક વગર વેપાર કરી રહયા છે અને કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ કરવા તત્પર હોય તેમ લાગી રહયું છે ત્યારે વળી ફરીથી લીંબડી શહેરમાં કોરોનાની એન્ટ્રી શહેરમાં આવતા જો તંત્ર પ્રજા માટે હોય તો પ્રજાને પણ તંત્ર સાથે રહેવું જરૂરી છે ત્યારે કોરોના પોઝીટીવ આવેલ વ્યક્તિને હોમ આઇસોલેશન કરવામાં આવેલ છે તેમજ ઘરના સભ્યોને ટેસ્ટ કરવામાં આવ્યા હતા પણ તમામ સભ્યોનો કોરોના રીર્પોટ નેગેટીવ આવેલ હતો.
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર