બાળકોમા અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓથી શિક્ષકો દ્વારા પોતાની સ્કીલ ડેવલોપ થાય તે માટે શાળાકક્ષાએ વિધ્યાર્થીઓને અલગ અલગ એકટીવીટી કરાવીને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યાં છે. ત્યારે લીંબડી ખાતે આવેલ શાળા નં. 4 ખાતે સુરેન્દ્રનગર જીલ્લા ડાયટના નેતૃત્વ હેઠળ અને દેવરાજ સિધવના માર્ગદર્શન હેઠળ અને શાળા નં. 4 ના આચાર્ય જયંતિભાઈ રાઠોડના સહયોગથી આ ગણિત વિજ્ઞાન પ્રદર્શનનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 8 શાળાના 28 વિધ્યાર્થીઓએ 13 અલગ અલગ કૃતિઓ સાથે ઉત્સાહભેર ભાગ લીધો હતો જેમાં હાલ ચાલી રહેલ કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને SOP ના પાલન સાથે ફરજિયાત માસ્ક પહેરી અને સોશ્યલ ડિસ્ટન સાથે આ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું.
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર
Advertisement