Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરેન્દ્રનગર : મહિલાના પ્રેમીએ રૂપિયાની માથાકૂટમાં પથ્થરના ઘા ઝીંકી કરી હત્યા.

Share

લીંબડી હાઇવે પરની ઝુંપડપટ્ટીમાંથી એક મહિલાની લાશ મળી આવી હતી. જેમાં મહિલાના પ્રેમીએ જ રૂપિયાની માથાકુટમાં પથ્થરના ઘા ઝીંકી મહિલાની હત્યા કર્યા હોવાનું ખુલતા પોલીસે મહિલાના પ્રેમીની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

લીંબડી હાઇવે પર આવેલા ઝુંપડપટ્ટીમાંથી આ જ વિસ્તારમાં રહેતા મધુબેન સોલંકીની લાશ મળી આવી હતી. જેમાં મ્રુતક મહિલાના પરિવારજનો દ્વારા મહિલાને તેના પ્રેમીએ દારૂ પીવડાવી મોતને ઘાટ ઉતારી હોવાનો આક્ષેપ કરતા પોલીસે લાશને પીએમ માટે મોકલી આપી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મહિલાને માથાના ભાગે બોથડ પદાર્થ વાગવાથી મોત થયાની વિગતો બહાર આવી હતી. મૃતક મહિલા મધુબેન છેલ્લા થોડા વર્ષોથી તેના પ્રેમી રામજી ધના સોલંકી સાથે રહેતી હતી. આથી પોલીસે રામજી સોલંકીની આકરી પુછપરછ હાથ ધરી હતી. રામજીની પહેલી પત્નિ થાડા વર્ષ અગાઉ ગુજરી ગઇ હતી જેના વિમા ક્લેઇમના રૂપિયા આવ્યા હતા જે રૂપિયા બાબતે મધુબેન અને રામજી વચ્ચે બોલાચાલી થતી હતી અને હત્યાના બનાવના દિવસે પણ આ જ બાબતે થયેલી બોલાચાલીએ સ્વરૂપ ધારણ કરતા ઉશ્કેરાયેલા પ્રેમી રામજીએ પથ્થરના ઘા માર્યા હોવાની પોલીસ સમક્ષ કબુલાત કરી હતી. આથી પોલીસે રામજી સોલંકીની ધરપકડ કરી વધુ પુછપરછ હાથ ધરી છે.

Advertisement

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર


Share

Related posts

લીંબડી સબ જેલમાંથી ભાગેલ 302 ના આરોપીને પાણશીણા પોલીસે ઝડપી પાડયો.

ProudOfGujarat

વડોદરા : ગુજરાત ATS એ ગેરકાયદે VoIP એક્સચેન્જથી ચાલતા ઇન્ટરનેશનલ કોલ રૂટીંગનો પર્દાફાશ કર્યો.

ProudOfGujarat

ભરૂચ : કરજણ તાલુકાનાં નારેશ્વર ખાતે આવેલ રંગ અવધૂત મંદિરમાં કોરોના સંક્રમણ ન ફેલાય એ માટે અચોક્કસ મુદ્દત માટે બંધ કરાતા ભકતો વિના મંદિર સુનું ભાસી રહ્યું છે…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!