Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી ગાયત્રી મંદિર ખાતે અનુસુચિત જાતિના વિધાનસભા 61 વિસ્તારોના સરપંચોનુ સન્માન સમારોહ યોજાયો.

Share

હજુ થોડા સમય પહેલા જ ગ્રામ્ય વિસ્તારની ગ્રામ પંચાયતની ચુંટણી યોજાઈ ગઈ જેમાં વિધાનસભા 61 વિસ્તારોના લીંબડી ચુડા અને સાયલાના ચુંટણીમા વિજય થયેલ સામાન્ય સીટ ઉપર અને અનુસુચિત જાતિના બનેલ સરપંચોને આજે લીંબડી ગાયત્રી મંદિરના હોલમાં દિપ પ્રાગટય કરી દલિત સમાજના આગેવાનો દ્વારા સરપંચોનુ ફુલહાર પહેરાવી સન્માનિત કરવામાં આવ્યા હતા.

જેમાં આ કાર્યક્રમમાં ખુશાલભાઈ જાદવ, જાદવભાઈ મકવાણા, દેવજીભાઈ વાઘેલા અરજણભાઇ ગોહિલ, સંજયભાઈ જાદવ અખિલ ભારતીય માનવ અધિકાર નિગરાની સમિતિના જીલ્લા પ્રમુખ કલ્પેશ વાઢેર સહિતના અનુસુચિત જાતિના આગેવાનો હાજર રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવવા ભુદરભાઈ પરમાર અને દિનેશભાઈ ચાવડાએ ભારે જહેમત ઉઠાવી હતી અને આ સંપુર્ણ કાર્યક્રમ કોરોના ગાઈડ લાઈન મુજબ કરવામાં આવ્યું હતું.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

રાજકોટનાં મેટોડા GIDC માં આવેલ ફેકટરીમાં બ્લાસ્ટ : ૪ શ્રમિકો દાઝ્યા, એકનું મોત.

ProudOfGujarat

ઝઘડીયા જીઆઇડીસીમાં મજુરી કામ કરતા પરપ્રાંતિય યુવકને અન્ય બે ઇસમોએ માર માર્યો.

ProudOfGujarat

ભરૂચ : દેવી દેવતાઓની પ્રતિમાઓ કેવી બનાવવી તે અંગે જાહેરનામુ બહાર પડાયું જાણો કેવા નિયંત્રણો મુકાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!