Proud of Gujarat
GujaratFeaturedINDIA

લીંબડીમાં નિર્માણાધીન જૈન દેરાસર પરથી મજૂરનો પગ લપસતા ઇજાગ્રસ્ત.

Share

લીંબડીના શિયાણી ગામે જૈન દેરાસરનું નિર્માણનું કામ ચાલી રહ્યું છે જેમાં કામ કરતા કારીગરનો પગ લપસી જતા નીચે પટકાયા હતા તેઓને તાત્કાલિક ધોરણે તેને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.

લીંબડીના શિયાણી ગામે ઘણા લાંબા સમયથી જૈન દેરાસરનું કામકાજ ચાલી રહ્યું છે નિર્માણાધીન દેરાસરમા અનેક મજૂરો કામ કરે છે જેમાં રાજસ્થાનના વતની હોય રાવત રામ રૂપાજી તેઓ આજે સવારે દેરાસરના આરસના પથ્થરનોનું કામ કરી રહ્યા હોય આથી તેઓ ટોચ પર કામગીરી કરતા હોય જ્યાંથી તેમનો અચાનક જ પગ લપસી જતાં નીચે પટકાઈ જતા ગંભીર રીતે ઘાયલ થયા હતા આ ઘટનાની જાણ થતાં તાત્કાલિક અસરથી 108 ને જાણ કરી નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા. રાવતરામને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હોવાથી તેમને સુરેન્દ્રનગર હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે.

Advertisement

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર


Share

Related posts

અમદાવાદ-યુવાનના પેન્ટના ખિસ્સામાં Honor કંપનીના મોબાઈલમાં થયો બ્લાસ્ટ…..

ProudOfGujarat

રાજકોટ-જીલ્લા આર.આર સેલને મળી મોટી સફળતા..લાખ્ખોના દારૂનો જથ્થો ઝડપી પાડ્યો….

ProudOfGujarat

સ્વચ્છતા અભિયાન ના ધજાગડા.ભરૂચ જિલ્લાના આમોદ મામલતદાર કચેરીમાં સ્વચ્છતા અભિયાન ના ધજાગડા જોવા મળ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!