Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરેન્દ્રનગર : અખિલ ભારતીય માનવ અધિકાર નિગરાની સમિતિની જીલ્લાની બેઠક યોજાઇ.

Share

અખિલ ભારતીય માનવ અધિકાર નિગરાની સમિતિ એટલે દેશના 22 રાજયો અને 33 જીલ્લામા કામ કરતી સમિતી છે ત્યારે આ સમીતીની સુરેન્દ્રનગર ખાતે જીલ્લાની હોદ્દેદારો અને સભ્યોની બેઠક યોજાઇ હતી. જેમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત અધ્યક્ષ નિલેશભાઈ જોશી, સૌરાષ્ટ્ર ઝોન પ્રમુખ અંબારામભાઈ ચૌહાણ, પ્રદેશ પ્રવક્તા દિપકભાઈ પરમાર અને ગુજરાત સચિવ ઉમેશભાઈ જોશી હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં નવા જોડાયેલાં હોદ્દેદારો અને સભ્યોને નિમણૂક પત્ર આપવામાં આવ્યાં હતાં તેમજ અલગ અલગ સરકારી વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓએ આ કાર્યક્રમમાં હાજરી આપી અને પોતાના વિભાગની કામગીરી બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ માનવોના અધિકારો વિષયાગ માહિતી આપવામાં આવી હતી ત્યારે આ કાર્યક્રમમાં જીલ્લાના હોદેદારો જેમ કે સુરેન્દ્રનગર જીલ્લા પ્રમુખ કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર જીલ્લા મહિલા વિગ પ્રમુખ દિવ્યાબેન વૈષ્ણવ, મહામંત્રી ડીયુ પરમાર દ્વારા પણ માહિતી આપવામાં આવી હતી ત્યારે આ કાર્યક્રમને સફળ બનાવવા નિરવભાઈ આચાર્ય, કૈલાસબેન સોલંકી રાજેશ્રીબેન રાઠોડ સહિતના લોકોએ ભારે જહેમત ઉઠાવી હતી અને આ કાર્યક્રમને સમાપ્તી રાષ્ટ્ર ગાન કરી પુરો કરવામાં આવ્યો હતો.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

નડિયાદ : ચોમાસાની પૂર્વ તૈયારીના ભાગરૂપે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઉચ્ચ અધિકારીઓની બેઠક યોજાઇ.

ProudOfGujarat

વડોદરાનાં તાંદલજા વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા તૂટી ગયેલી ડ્રેનેજનું કામ નહીં કરતા કોંગ્રેસના કાર્યકર્તાઓએ રસ્તા રોકો આંદોલન કર્યું.

ProudOfGujarat

પંચમહાલ મા હવે શિવસેના સ્વચ્છતા અભિયાન ચલાવશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!