Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરેન્દ્રનગર : દર્શન હોટલનાં કંપાઉન્ડમાં ખાનગી ટ્રાવેલ્સમાંથી સોનાના દાગીનાની ચોરી કરી અજાણ્યા શખ્સો ફરાર.

Share

સુરેન્દ્રનગર ખાતે આવેલી દર્શન હોટલનાં કંપાઉન્ડમાં પાર્ક કરેલ ખાનગી ટ્રાવેલ્સમાંથી આજે સોનાના દાગીનાની ચોરી થયાનું બહાર આવ્યું છે જેમાં પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવની મળતી માહિતી મુજબ આજે સવારે રાજકોટના ગ્રીનલેન્ડ ચોકડીથી શૈલેષભાઈ પટોળીયા નામના યુવાને બહાર જવા માટે ખાનગી ટ્રાવેલ્સની બસ પકડી હતી અને તેમની સાથે રૂપિયા 88.55 લાખના સોનાના દાગીના હોય સુરેન્દ્રનગરનું લીંબડી આવતાની સાથે જ ત્યાં આગળ દર્શન હોટેલ ખાતે ખાનગી ટ્રાવેલ્સની બસ ઊભી હતી દરમિયાન દરમિયાન શૈલેષભાઈ ગાડીમાંથી ઉતરીને વોશરૂમ ગયા હતા તે સમયે કોઈ અજાણ્યા શખ્શો ખાનગી ટ્રાવેલ્સમાં પ્રવેશ કરી સોનાના દાગીનાથી ભરેલ થેલાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આથી પોલીસે અજાણ્યા શખ્સોને શોધી કાઢવા માટે સુરેન્દ્રનગર હાઇવે ઉપર નાકાબંધી કરી અને દર્શન હોટલના સીસીટીવી ફૂટેજના આધારે સોનાના દાગીનાની ચોરી કરનાર અજાણ્યા આરોપીઓને પકડી પાડવાની તજવીજ હાથ ધરી છે.

Advertisement

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર


Share

Related posts

IITGN એ ગ્રીન મેન્ટર્સ-યુએસએ દ્વારા ઇન્ટરનેશનલ ગ્રીન યુનિવર્સિટી એવોર્ડ 2023 જીત્યો

ProudOfGujarat

કારતક મહિનામાં આ સાત નિયમો પળવાથી ઘરમાં સદાય રહે છે લક્ષ્મીજીનો વાસ

ProudOfGujarat

સુરત : મોબાઈલ અને રૂપિયા આપવાનું કહી હોસ્પિટલના સર્વન્ટે આચર્યું દુષ્કર્મ : પોલીસે પીડિતાની ફરિયાદ પણ ના નોંધી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!