સમગ્ર ગુજરાત હાલ જ્યારે ગ્રામ પંચાયતની ચુંટણીના ગણતરીના કલાકો જ બાકી છે ત્યારે લીંબડી તાલુકાની સમગ્ર ચુંટણીની કામગીરી જેમ કે ડીસ્પેઝ, રિસિવિન્ગ વગેરે લીંબડી મોડેલ સ્કૂલ ખાતે રાખવામાં આવેલ છે ત્યારે ચુંટણીને અનુલક્ષીને લીંબડી ડેપ્યુટી કલેક્ટર, લીંબડી મામલતદાર, લીંબડી તાલુકા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ ખડેપગે જોવા મળી રહ્યા છે ત્યારે આજે જ્યારે ડિસ્પેઝની કામગીરી થતી હોય ત્યારે જીલ્લા કલેકટરે મોડેલ સ્કૂલની મુલાકાત લીધી હતી અને મોડેલ સ્કૂલમા બનાવેલ તમાંમ વિભાગની મુલાકાત લીધી હતી ત્યારે આ ચુંટણીની કામગીરીને આખરી ઓપ આપવા માટે સોંપેલ કામગીરીમા કામ કરતા કર્મચારીઓ નિષ્ઠાપૂર્વક અકબંધ થયા છે ત્યારે ત્યારે જે તે ગામમાં સોંપવામાં આવેલ ચુંટણીની કામગીરી કરવા બાબતે કર્મચારીઓને પોતાના રુટ પર જવા રવાના કરવામાં આવ્યા હતા. વધુમા મોડેલ સ્કૂલની મુલાકાતે આવેલ જીલ્લા કલેકટરે જણાવ્યું હતું કે કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને સોશ્યલ ડિસ્ટન્સ, ફરજિયાત માસ્ક પહેરી અને SOP ને ધ્યાનમાં રાખીને આ ચુંટણી યોજાશે તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેની તમાંમ પ્રકારની તકેદારી રાખવામાં આવશે.
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર
લીંબડીની મોડેલ સ્કૂલ ખાતે જીલ્લા કલેકટરે ચુંટણીની કામગીરીનું નિરીક્ષણ કર્યું.
Advertisement